શોધખોળ કરો
Advertisement
પેરિસ: રાફેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમ પર હુમલો, ટ્રેનિંગમાં ભારતીય પણ હતા હાજર
ભારતે 2016માં ફ્રાન્સ સાથે ડિફેન્સ ડીલ કરી હતી જેમાં 36 રાફેલ વિમાનો ખરીદવાની ડીલ થઈ હતી. ફ્રાન્સમાં 36 રાફેલ વિમાનના પ્રોડક્શન ટીમમાં ભારતીય કર્મચારી છે.
નવી દિલ્હી: ફ્રાન્સની રાજધાની પેરિસમાં રાફેલ યુદ્ધ વિમાનની પ્રોડક્શન સાઈટ પર હુમલો થયો હોવાની ખબર સામે આવી છે. આ હુમલો રાફેલ પ્રોજેક્ટની મેનેજમેન્ટ ટીમ પર કરવામાં આવ્યો છે. ફ્રાન્સમાં 36 રાફેલ વિમાનના પ્રોડક્શન ટીમમાં ભારતીય કર્મચારી પણ હાજર હતા. સમાચાર એજન્સી પ્રમાણે ઘટના રવિવારે રાત્રે બની હતી.
રિપોર્ટ પ્રમાણે અહીં ભારતીય કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. કેટલાક અજાણ્યા તત્વ દ્વારા ભારતીય રાફેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી ભારતીય વાયુસેના એલર્ટ થઈ ગઈ છે. વાયુ સેના દ્વારા સંરક્ષણ મંત્રાલયને તેની જાણકારી આપવામાં આવી છે. ફ્રાન્સ પોલીસ અધિકારીઓ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લખનીય છે કે ભારતે 2016માં ફ્રાન્સ સાથે 59,800 કરોડની ડિફેન્સ ડીલ કરી હતી જેમાં 36 રાફેલ વિમાનો ખરીદવાની ડીલ થઈ હતી.Sources: Attempted break in Indian Air Force Rafale Project Management Team in a suburb of Paris in France on Sunday night. Indian team in France headed by a Group Captain rank officer to oversee the 36 Rafale aircraft production & training of Indian personnel there. 1/2 pic.twitter.com/9fOKDESjM8
— ANI (@ANI) May 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement