શોધખોળ કરો

Big Deal: 32 હજાર કરોડની ડીલ ડન... ત્રણેય સેનાઓની પાસે આવશે શક્તિશાળી 31 Predator હન્ટર-કિલર ડ્રૉન

India USA MQ-9B Drones Contract: ભારત અમેરિકા પાસેથી 31 MQ-9B પ્રિડેટર ડ્રૉન ખરીદશે. બંને દેશો વચ્ચે આ ડીલ પર સહમતિ બની છે

India USA MQ-9B Drones Contract: ભારત અમેરિકા પાસેથી 31 MQ-9B પ્રિડેટર ડ્રૉન ખરીદશે. બંને દેશો વચ્ચે આ ડીલ પર સહમતિ બની છે. મંગળવારે નવી દિલ્હીમાં બંને દેશોના પ્રતિનિધિઓએ આ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા.

એકવાર આ ડીલ ફાઈનલ થઈ ગયા બાદ ભારતને ટૂંક સમયમાં અમેરિકન કૉમ્બેટ ડ્રૉન 'MQ-9B' મળશે. આ ડ્રૉન જમીનથી માત્ર 250 મીટરની ઊંચાઈએ ઉડીને લક્ષ્ય સુધી પહોંચી શકે છે અને આ દરમિયાન લક્ષ્યાંકને તેના આવવાની જાણ થતી નથી. વળી, જો આપણે લાંબા અંતરની વાત કરીએ તો, આ અમેરિકન ડ્રૉન 50 હજાર ફૂટથી વધુની ઊંચાઈએ ઉડી શકે છે. તેની મહત્તમ ઝડપ 442 કિલોમીટર પ્રતિ કલાક હોવાનું કહેવાય છે. ઉંચાઈ પર ઉડવાનો બીજો ફાયદો એ છે કે જો ડ્રોનને વધુ ઊંચાઈ પર ઉડાડવામાં આવે તો તે ભારતની સરહદમાં રહીને પણ પાકિસ્તાન કે ચીનના આંતરિક વિસ્તારોમાં થતી ગતિવિધિ જોઈ શકશે.

આ અત્યાધુનિક ડ્રૉનને અંદાજે 1,700 કિલોગ્રામ વજન સાથે ઉડાવી શકાય છે, જેમાં 4 મિસાઈલ અને અંદાજે 450 કિલોગ્રામનો બૉમ્બ સામેલ છે. તેની રેન્જ 3,218 કિલોમીટર છે. તેની બીજી ખાસિયત એ છે કે આ ડ્રૉન 35 કલાક સુધી સતત ઉડી શકે છે. ભારતે આ પ્રિડેટર ડ્રૉન ખરીદવા માટે મંગળવારે નવી દિલ્હીમાં યુએસ સાથે સત્તાવાર ડીલ પર હસ્તાક્ષર કર્યા છે.

આ દરમિયાન ભારતના સંરક્ષણ સચિવ ગિરધર ેઅરમાને પણ હાજર હતા. આ ઘાતક ડ્રૉન મળ્યા બાદ ભારતની સૈન્ય શક્તિ વધશે. આ સાથે સરહદ પર ભારતીય સુરક્ષા દળો ચીન અને પાકિસ્તાન સાથે વધુ મજબૂતીથી મુકાબલો કરી શકશે.

જાણકારી અનુસાર આ ડીલની કિંમત 32 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. આ ઘાતક ડ્રૉન લાંબા સમય સુધી ઊંચાઈ પર ઉડવા માટે સક્ષમ છે. તેનો ઉપયોગ સર્વેલન્સ, ગુપ્ત માહિતી એકત્ર કરવા અને દુશ્મનના લક્ષ્યો પર હુમલો કરવા માટે થઈ શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે આ વિષય પર વાત કરી હતી. હવે નવી દિલ્હીમાં થયેલી આ ડીલ મુજબ અમેરિકન ડ્રૉન મેન્યૂફેક્ચરિંગ કંપની જનરલ એટોમિક્સ ભારતમાં ડ્રૉનની જાળવણી અને સમારકામ માટે કેન્દ્ર ખોલશે. આ માટે ભારતે અમેરિકા સાથે કરાર પણ કર્યો છે.

સંરક્ષણ નિષ્ણાતો તેને ખૂબ જ શક્તિશાળી ડ્રૉન માને છે. સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ ગયા અઠવાડિયે જ અમેરિકા પાસેથી MQ-9B ડ્રૉન ખરીદવાની મંજૂરી આપી હતી. સંરક્ષણ નિષ્ણાતોના મતે નૌકાદળને અમેરિકા પાસેથી ખરીદવામાં આવી રહેલા આમાંથી 15 ડ્રૉન મળી શકે છે. સાથે જ એરફૉર્સ અને આર્મીને 8-8 ડ્રૉન મળશે. આ ડ્રૉનને ચેન્નાઈ નજીક INS રાજલી, ગુજરાતના પોરબંદર, ઉત્તર પ્રદેશના સરસાવા ગોરખપુર ખાતે તૈનાત કરી શકાય છે.

સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે, આ સાથે આ માનવરહિત એરક્રાફ્ટનો ઉપયોગ એરબોર્ન અર્લી વોર્નિંગ, ઈલેક્ટ્રોનિક વૉરફેર, એન્ટી સરફેસ વૉરફેર અને એન્ટી સબમરીન વૉરફેરમાં કરી શકાય છે. આ અમેરિકન ડ્રૉનની મુખ્ય વિશેષતા એ છે કે તેઓ કોઈપણ પ્રકારના હવામાનથી પ્રભાવિત થયા વિના એક સમયે લગભગ ત્રીસથી ચાલીસ કલાક સુધી ઉડી શકે છે.
જીસીબી/એબીએમ 

આ પણ વાંચો

ભારત શા માટે તેના મિત્ર ઇઝરાયેલ પર ગુસ્સે થયું? 34 દેશો પણ સાથે આવ્યા 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: ગોંડલમાં રખડતા શ્વાનનો આતંક , બે દિવસમાં 57 લોકો પર શ્વાનનો હુમલોVadodara Accident News: વડોદરાના હાલોલ રોડ પર બેકાબૂ ટેન્કરે સર્જયો અકસ્માતSurat News: સુરત મનપા સંચાલિત સ્કૂલમાં જોવા મળી હીરા મંદીની અસર,  50 સ્કૂલમાંથી 603 વિદ્યાર્થીઓના LC લેવાયા પરતFire at Gopal Namkeen Factory : ગોપાલ નમકીનમાં આગ બની વધુ વિકરાળ, એક કિલોમીટરનો વિસ્તાર કરાવાયો ખાલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
Rajkot Fire: રાજકોટ ગોપાલ નમકીનમાં લાગેલી વિકરાળ આગ હજુ પણ બેકાબુ, એક કિમીનો વિસ્તાર કરાવાયો ખાલી
Rajkot Fire: રાજકોટ ગોપાલ નમકીનમાં લાગેલી વિકરાળ આગ હજુ પણ બેકાબુ, એક કિમીનો વિસ્તાર કરાવાયો ખાલી
દિલ્હીમાં કોલ્ડવેવનો કહેર, હવામાન વિભાગે આ રાજ્યોમાં આપ્યું એલર્ટ, જાણો
દિલ્હીમાં કોલ્ડવેવનો કહેર, હવામાન વિભાગે આ રાજ્યોમાં આપ્યું એલર્ટ, જાણો
Israel Hamas War: ઈઝરાયેલે ફરી ઉત્તરી ગાઝા પર બોમ્બમારો કર્યો, એક જ પરિવારના 8 સહિત 19 લોકોના મોત
Israel Hamas War: ઈઝરાયેલે ફરી ઉત્તરી ગાઝા પર બોમ્બમારો કર્યો, એક જ પરિવારના 8 સહિત 19 લોકોના મોત
Jio New Year Plan:જિયોનો ન્યૂ યર ધમાકા પ્લાન, 200 દિવસની વેલિડિટી સાથે 500GB ડેટા, જાણો કિંમત
Jio New Year Plan:જિયોનો ન્યૂ યર ધમાકા પ્લાન, 200 દિવસની વેલિડિટી સાથે 500GB ડેટા, જાણો કિંમત
Embed widget