શોધખોળ કરો
પાકિસ્તાનમાં ક્વેટાની દરગાહ પર ભીષણ વિસ્ફોટ, 90ના મોત, 100થી વઘુ ઘાયલ

ક્વેટા: ક્વેટાની જાણીતી શાહ નૂરાની દરગાહ પર શનિવારે મોડી સાંજે એક બ્લાસ્ટમાં 90 લોકોના મોત થવાના અહેવાલ મળી રહ્યા છે. એક પાકિસ્તાની ટીવી ચેનલના મતે, આ બ્લાસ્ટમાં 100થી વઘુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં હજી પણ મરનાર લોકોનો આંકડો વધી શકે છે કારણ કે ઘાયલ થયેલા લોકોની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે. વિસ્ફોટ સમયે દરગાહમાં સૂફી સંગીતનો પ્રોગ્રામ ‘ધમાલ’ ચાલી રહ્યો હતો. શાહ નૂરાની દરગાહ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના લાસવેલા જિલ્લામાં આવેલી છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દરગાહનું મેનેજમેંટ ત્યાંની સામાજિક સંગઠન ર્ઈધી ફાઈંડેશન સંભાળે છે. હાલ જાણવા મળેલી માહિતી પ્રમાણે, આ વિસ્ફોટ સમયે લગભગ ત્યાં એક હજાર લોકો હાજર હતા.
વધુ વાંચો






















