પાકિસ્તાનઃ પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાની રેલીમાં થયું ફાયરિંગ, ઈમરાન સહિત 5 લોકો ઈજાગ્રસ્ત
Pakistan Gunjrawala Firing: પાકિસ્તાનમાં ગુંજરવાલામાં યોજાઈ રહેલી પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની રેલીમાં ફાયરિંગની ઘટના બની છે.
Pakistan Gunjrawala Firing: પાકિસ્તાનમાં ગુંજરવાલામાં યોજાઈ રહેલી પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની રેલીમાં ફાયરિંગની ઘટના બની છે. ફાયરિંગમાં ઈમરાન ખાન ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ સાથે અન્ય 4 લોકો પણ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ગુજરાનવાલામાં ઈમરાન ખાન લોંગ માર્ચ દરમિયાન ગોળીબાર થયો હતો. એવું માનવામાં આવે છે કે પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, 4 લોકો ઘાયલ થયા છે અને તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગોળીબારની ઘટના ઈમરાન ખાનના કન્ટેનર પાસે બની છે. ફાયરિંગની ઘટના ગુજરાનવાલાના અલ્લાહ વાલા ચોકમાં બની છે. ફાયરીંગની ઘટનામાં ઈમરાન ખાન ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઈમરાન ખાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈમરાન ખાન કન્ટેનરની નજીક પહોંચ્યા પછી અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. જ્યારે ગોળીબાર શરૂ થયો ત્યારે ઈમરાન ખાનના રક્ષકોએ ઝડપથી કન્ટેનરને સુરક્ષિત કરી લીધું અને હુમલાખોરને પણ પકડી પાડ્યો. કન્ટેનરની ટોચ પર હાજર પીટીઆઈના કેટલાક સભ્યો ગોળીબારનો ભોગ બન્યા હતા. લગભગ 5 લોકો ઘાયલ, એક ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ ઈમરાન ખાનને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ ફાયરિંગમાં ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી છે. આ ફાયરિંગમાં તેમના સિવાય પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના અન્ય ઘણા નેતાઓ પણ ઘાયલ થયા છે. ફવાદ ચૌધરીના જણાવ્યા અનુસાર ઈમરાન ખાન પર એકે 47થી ફાયરિંગ કરવામાં આવ્યું છે. તેમને પગમાં ગોળી વાગી છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં એક હુમલાખોર હાથમાં એકે 47 રાઈફલ સાથે જોવા મળી રહ્યો છે. ફાયરિંગ બાદ પોલીસે તાત્કાલિક સ્થળ પરથી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
#UPDATE | Former Pakistan PM Imran Khan reportedly injured as shots fired near his long march container: Pakistan's ARY News reports pic.twitter.com/5QcgOtqpD9
— ANI (@ANI) November 3, 2022
ઉલ્લેખનીય છે કે, પૂર્વ પ્રધાનમત્રી ઈમરાન ખાન હાલમાં પાકિસ્તાનમાં આઝાદી રેલી કાઢી રહ્યા છે. તેઓ વર્તમાન સરકાર સામે સતત રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારથી ઈમરાન તોશખાના કેસમાં દોષી સાબિત થયા છે ત્યારથી તેના તરફથી આઝાદી માર્ચ શરૂ કરવામાં આવી છે. આ રેલીમાં આજે ગુરુવારે તેમની આઝાદી માર્ચ નિકળી હતી. પરંતુ આજે રેલીમાં ફાયરિંગ થયું હતું. ફાયરિંગની ઘટનામાં ઈમરાન ખાન ઘાયલ હોવાનું કહેવાય છે. તેમના સિવાય પૂર્વ રાજ્યપાલ ઈમરાન ઈસ્માઈલ પણ આ ફાયરિંગમાં ઘાયલ થયા છે.