શોધખોળ કરો

Brooklyn Subway Shooting: ન્યુયોર્ક સિટી સબવે સ્ટેશન પર ફાયરિંગ-બ્લાસ્ટ, 16 ઘાયલ, 2 ગંભીર, જુઓ વીડિયો

અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં બ્રુકલિન સબવે સ્ટેશન પર ગોળીબાર અને વિસ્ફોટમાં ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયા છે અને 10 લોકોને ગોળી વાગી છે.

Brooklyn Subway Shooting: અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં બ્રુકલિન સબવે સ્ટેશન પર ગોળીબાર અને વિસ્ફોટમાં ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયા છે અને 10 લોકોને ગોળી વાગી છે. ઘાયલ થયેલા લોકોમાં 2 લોકોની હાલત ગંભીર છે. ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોર ગેસ માસ્ક પહેરીને આવ્યો હતો. AFP ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર પોલીસને ઘટનાસ્થળેથી અનેક બોમ્બ પણ મળી આવ્યા છે. જો કે, ન્યુયોર્ક પોલીસ વિભાગે જીવતા બોમ્બ મળવાની ઘટનાને નકારી કાઢી છે.

રાષ્ટ્રપતિ બાઈડનને જાણ કરાઈઃ
મોટી સંખ્યામાં લોકો પર થયેલી ઘટનાના અહેવાલો મળ્યા બાદ પોલીસ સનસેટ પાર્કના મેટ્રો સ્ટેશન પર કાર્યવાહી કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનાની માહિતી રાષ્ટ્રપતિ જો બાઈડનને આપવામાં આવી છે. FDNY એ કહ્યું કે, તેને સનસેટ પાર્કમાં 36મી સ્ટ્રીટ સબવે સ્ટેશનની અંદર સવારે 8:30 વાગ્યે ગોળીબારના અહેવાલો મળ્યા હતા. યુ.એસ.માં, મંગળવારે સવારે ન્યુયોર્કના બ્રુકલિનમાં સબવે સ્ટેશન પર ઘણા લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે સ્થળ પરથી વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા.

હુમલાખોર આ રીતે સ્ટેશનમાં ઘુસ્યોઃ
મળતા અહેવાલ પ્રમાણે હુમલાખોર ગેસ માસ્ક પહેરીને આ સ્ટેશનમાં ઘુસ્યો હતો. તેણે કન્સ્ટ્રક્શન કંપનીના કપડા પહેર્યા હતા. આ પછી હુમલાખોરે અચાનક બંદૂક કાઢી અને લોકો પર ફાયરિંગ શરુ કરી દીધું હતું. આ પછી હુમલાખોરે બચવા માટે સ્મોક ગ્રેનેડ ફેંક્યો હતો. જેના કારણે સબવે સ્ટેશનમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. હાલમાં, હુમલાખોર વિશે વધુ માહિતી બહાર આવી નથી. આ અંગે એફબીઆઈએ લોકોને કહ્યું છે કે, તેઓ જે પણ માહિતી હોય તે પોલીસને આપે. હાલમાં આ ફાયરિંગમાં 16 લોકો ઘાયલ હોવાની માહિતી મળી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ

Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન

Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર

જો દિવસભર રહેતી હોય સુસ્તી તો સમજી જાવ આ વિટામિનની છે ઉણપ, આ રીતે કરો બચાવ
જો દિવસભર રહેતી હોય સુસ્તી તો સમજી જાવ આ વિટામિનની છે ઉણપ, આ રીતે કરો બચાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kheda News: તંત્રની ભૂલના કારણે દેશનું ભવિષ્ય ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા બન્યા મજબૂરRajkot Rains Update | રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  પાણી ભરાતા વાહન ચાલકો પરેશાનGujarat Teachers Agitation | ગાંધીનગરમાં શિક્ષકોના આમરણાંત ઉપવાસ, શિક્ષકો પહોંચવાના શરૂGujarat Rain Forecast | આજે 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, તુટી પડશે ભારેથી અતિભારે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
જો દિવસભર રહેતી હોય સુસ્તી તો સમજી જાવ આ વિટામિનની છે ઉણપ, આ રીતે કરો બચાવ
જો દિવસભર રહેતી હોય સુસ્તી તો સમજી જાવ આ વિટામિનની છે ઉણપ, આ રીતે કરો બચાવ
Chandipura: ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, 8 બાળકો મોતને ભેટ્યા, જાણો શું છે લક્ષણો ને બચવાના ઉપાયો ?

BCCIનું નવું ફરમાન, સ્ટાર ખેલાડીઓ પણ રમે ઘરેલું ક્રિકેટ; માત્ર આ 3 ને મળી છૂટ

Lifestyle: છાતીમાં સતત થતી હોય બળતરા તો થઈ જાવ સાવધાન, આ ગંભીર બીમારીનો હોઈ શકે છે સંકેત

Foreign Dream: ભારતમાં સૌથી વધારે કયા રાજ્યના લોકો જઈ રહ્યા છે વિદેશ? જાણીને ચોંકી જશો

Embed widget