China Blasts : અમેરિકાએ પસાર કર્યું પૃથ્વી પરનું સૌથી 'મહાકાય' સંરક્ષણ બજેટ, ડ્રેગનની ખેર નહીં!!!
ચીને અમેરિકાના આ બિલની ટીકા કરી હતી. ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ચીન અમેરિકાના આ પગલાની નિંદા કરે છે અને તેનો સખત વિરોધ કરે છે.
America Historic Defance Bill : રશિયા અને ચીન વચ્ચેના તણાવ વચ્ચે અમેરિકાના પ્રમુખ જો બાઈડેને ઐતિહાસિક કહી શકાય તેવું $ 858 બિલિયનના સંરક્ષણ બિલ પર હસ્તાક્ષર કર્યા હતાં. આ બજેટ રાષ્ટ્રપતિ બાઈડેનની પ્રસ્તાવિત રકમ કરતાં $45 બિલિયન વધુ છે. ચીનને જોરદાર આંચકો આપતા અમેરિકાએ આ બજેટમાંથી તાઈવાનને 10 બિલિયન ડોલરની સંરક્ષણ સહાય પણ મંજૂર કરી છે.
ચીને અમેરિકાના આ બિલની ટીકા કરી હતી. ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ચીન અમેરિકાના આ પગલાની નિંદા કરે છે અને તેનો સખત વિરોધ કરે છે.
ચીને અમેરિકા પર લગાવ્યો આરોપ
ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, યુએસ ડિફેન્સ બિલ તાઈવાનમાં શાંતિ અને સ્થિરતાને ગંભીર અસર કરશે. ઐતિહાસિક સંરક્ષણ બિલની ટીકા કરતા અને ચીન તરફથી ધમકીને અતિશયોક્તિ કરતા ચીને કહ્યું હતું કે, અમેરિકાનું વાર્ષિક સંરક્ષણ બજેટ રાજકીય રીતે પ્રેરિત છે અને ચીનની આંતરિક બાબતોમાં દખલ કરતું છે.
ચીન અને રશિયા સાથે લશ્કરી સ્પર્ધા વધારતું બિલ
ચીન અને રશિયા સાથે દેશની સૈન્ય સ્પર્ધાત્મકતા વધારવાના હેતુથી અમેરિકાના $858ના વિશાળ વાર્ષિક સંરક્ષણ બિલને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે અમેરિકન સૈનિકો માટે કોવિડ-19 રસીકરણની જરૂરિયાત પણ નાબૂદ કરવામાં આવી છે.
આ બિલ યુએસને ડો-પેસિફિક ક્ષેત્રમાં તાઇવાન સાથે સુરક્ષા સહયોગ વધારવાની મંજૂરી આપે છે. આ સાથે અમેરિકા અને ભારત વચ્ચે ડિફેન્સ ટેક્નોલોજી સંબંધને મજબૂત કરવા પર બિલમાં ભાર મૂકવામાં આવ્યો છે.
અમેરિકાના આ પગલાથી તાઈવાન ગદગદ
તાઈવાનના વિદેશ મંત્રાલયે તાઈવાન-યુએસ સંબંધોને મહત્વ આપવા અને તાઈવાનની સુરક્ષાને મજબૂત કરવા બદલ અમેરિકી ધારાશાસ્ત્રીઓનો આભાર માન્યો હતો.
ચીન-યુએસ તણાવનું કારણ
ચીન હંમેશા તાઈવાનને અમેરિકન સમર્થન સામે વાંધો ઉઠાવતું રહ્યું છે. અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીએ ઓગસ્ટમાં તાઈવાનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદથી જ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે. નેન્સી પેલોસીની મુલાકાત બાદ ચીને તાઈવાનમાં મોટી નૌકાદળ સૈન્ય કવાયત હાથ ધરી હતી. તાઇવાન દક્ષિણપૂર્વ ચીનના દરિયાકાંઠે લગભગ 100 માઇલ દૂર છે. તાઈવાનની વસ્તી લગભગ 23 મિલિયન છે. બંને દેશો વચ્ચે છેલ્લા 74 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. 1949માં ગૃહયુદ્ધ બાદ બંને દેશો અલગ થઈ ગયા હતા.