શોધખોળ કરો

China Covid Surge: ચીનમાં આવશે કોરોનાની સુનામી, 13 જાન્યુઆરીએ પ્રથમ પીકની સંભાવના, એક્સપર્ટે કર્યો દાવો

Covid-19 Update: એવું માનવામાં આવે છે કે આ સમયે ચીનમાં કોરોનાની શરૂઆત થઈ રહી છે. તે હજુ વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કરવાનું બાકી છે.

China Covid Surge: કોરોનાએ ચીનમાં પહેલાથી જ ઘણી તબાહી મચાવી છે. હવે જે અહેવાલો સામે આવી રહ્યા છે તે સમગ્ર વિશ્વને તણાવમાં મુકી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ સમયે ચીનમાં કોરોનાની શરૂઆત થઈ રહી છે. તે હજુ વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કરવાનું બાકી છે. નિષ્ણાતોના મતે, આજથી બરાબર 13 દિવસ પછી, ચીનમાં કોરોનાના પ્રકોપની દરેક હદ પાર થઈ શકે છે. અગાઉના તમામ રેકોર્ડ અહીં તોડી શકાય છે.

યુકેના આરોગ્ય નિષ્ણાતોએ ચીન માટે શોક અને મૃત્યુના ડરામણા આંકડાઓની આગાહી કરી છે. 13 જાન્યુઆરીએ ચીનમાં કોરોનાનું પ્રથમ પીક આવશે. આ તે સમય હશે જ્યારે લગભગ 37 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવશે અને પછી સંક્રમિત લોકોની સંખ્યા આ રીતે વધતી રહેશે. 23 જાન્યુઆરી સુધીમાં ચીનમાં કોરોનાને કારણે દરરોજ 25 હજાર મોત નોંધાશે.

કોરોના ચીનમાં સ્થિતિ વધુ ખરાબ કરશે

જો સ્વાસ્થ્ય નિષ્ણાતોનો દાવો સાચો ઠરશે તો  ચીનમાં હાહાકાર મચી જશે .કારણ કે ચીનના મોટા ભાગના પ્રાંતોની હોસ્પિટલોની અંદર અને બહાર હજુ પણ દર્દીઓની ભારે ભીડ છે. અહીં લોકોને સારવાર માટે જગ્યા નથી મળી રહી. અગ્નિસંસ્કાર માટે પણ જગ્યા નથી. લોકોને અંતિમ સંસ્કાર કરવા માટે ઘણા દિવસો સુધી રાહ જોવી પડે છે.

ભારત પણ કોરોનાને લઈને એલર્ટ

ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન સહિત ઘણા દેશોમાં વધી રહેલા કોરોના કેસની વચ્ચે ભારત સરકારે પણ કોવિડ સામે લડવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ અંગે કેન્દ્ર અને રાજ્યો વતી ભૂતકાળમાં અનેક બેઠકો યોજાઈ હતી. તમામ રાજ્યોએ પણ કોરોનાને લઈને માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારી સૂત્રોએ તાજેતરમાં જણાવ્યું હતું કે દેશમાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે. જો કે, ડોકટરોને આશા છે કે નાકની રસી દાખલ થવાથી કોરોના ચેપનું જોખમ ઘટશે.

ચીનની ગંભીર હાલતથી WHO પણ ચિંતિત

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ચીનમાં કોરોનાની ગંભીર સ્થિતિને લઈને ચિંતિત છે.  WHO દ્વારા કહેવામાં આવ્યું છે કે, ચીનની બગડી રહેલી હેલ્થકેર સિસ્ટમને મદદ આપવામાં આવશે. તેની સાથે જ ચીનની સરકારને કોરોનાવાયરસને ટ્રેક કરવા અને ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને રસી આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. તાજેતરમાં, WHOના ડાયરેક્ટર-જનરલએ  ચીની અધિકારીઓની સાથે મુલાકાત કરી અને ફરીથી ચીનમાં કોરોના રોગચાળાની સ્થિતિ પર રીઅલ-ટાઇમ ડેટાની માંગ કરી હતી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર-જનરલ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ડબ્લ્યુએચઓએ ચીન પાસે જેનેટિક સીક્વેન્સિંગ, હોસ્પિટલ અને આઈસીયુ હોસ્પિટલમાં દાખલ થયેલા અને મૃત્યુ થયેલા વ્યક્તિ, અને ખાસ કરીને નબળા અને સંવેદનશીલ લોકો સહિત રોગની અસર અંગે ચર્ચા કરી હતી. આ માહિતી WHO વેબસાઈટ દ્વારા બહાર પાડવામાં આવેલ છે.  60 વર્ષથી વધુ ઉંમરના લોકોના રસીકરણ અંગેનો ડેટા પણ માંગવામાં આવેલો છે. વધુમાં, WHOએ ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને ગંભીર બીમારી અને મૃત્યુથી બચાવવા માટે રસીકરણ તથા બૂસ્ટર ડોઝ પર ભાર મૂક્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget