શોધખોળ કરો
Advertisement
ચીને UNGAમાં કર્યો કાશ્મીરનો ઉલ્લેખ, ભારતે કહ્યું – આંતરિક મામલામાં દખલ ના કરે દુનિયા
ચીનના નિવેદન બાદ ભારતે ચીનને આંતરિક મામલામાં દખલ ન આપવાની સલાહ આપતા કહ્યું કે, ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પર અરીસો બતાવ્યો હતો.
નવી દિલ્હીઃચીન દ્ધારા સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દાનો ઉલ્લેખ કરવા પર ભારતે વિરોધ નોંધાવ્યો છે. ભારતે ચીન સહિત દુનિયાના તમામ દેશોને કહ્યુ હતું કે, કલમ 370 હટાવવી પુરી રીતે ભારતનો આંતરિક મામલો છે. વાસ્તવમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ યુએનમાં કાશ્મીરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વિવાદને યુએનના ચાર્ટર, સુરક્ષા પરિષદના પ્રસ્તાવો અને દ્ધિપક્ષીય રીતે શાંતિ સાથે હલ કરવામાં આવવો જોઇએ. ચીને એ વાત પર ભાર મુક્યો હતો કે એવી કોઇ કાર્યવાહી કરવી જોઇએ નહી જેનાથી એકતરફી રીતે યથાસ્થિતિ બદલાઇ જાય. ચીનના નિવેદન બાદ ભારતે ચીનને આંતરિક મામલામાં દખલ ન આપવાની સલાહ આપતા કહ્યું કે, ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પર અરીસો બતાવ્યો હતો.
વાંગે કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનનો પાડોશી દેશ હોવાના કારણે ચીન ઇચ્છે છે કે વિવાદને યોગ્ય રીતે ઉકેલી દેવામાં આવે. બંન્ને તરફથી સંબંધોની શરૂઆત કરવામાં આવે. ભારતે શનિવારે ચીન દ્ધારા કાશ્મીરના મુદ્દા પર આપેલા નિવેદનનો વિરોધ કર્યો હતો. ભારતે કહ્યું કે, કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને તમામ દેશોની ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાનું સન્માન કરવું જોઇએ.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, અમને આશા છે કે તમામ દેશ ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાનું સન્માન કરશે અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર મારફતે યથાસ્થિતિને પરિવર્તિત કરવાના પ્રયાસોથીથી બચશે. તાજેતરનો ઘટનાક્રમ પુરી રીતે ભારતનો આંતરિક મામલો છે. નોંધનીય છે કે મોદી સરકારે કાશ્મીરમાંથી 370 કલમને ખત્મ કરતા જમ્મુ કાશ્મીરનો ખાસ રાજ્યનો દરજ્જો ખત્મ કરી દીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement