શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
UNSCમાં વિરોધ બાદ ચીને પરત ખેંચ્યો કાશ્મીર મુદ્દે ચર્ચાનો પ્રસ્તાવ, રશિયા-બ્રિટને આપ્યો ભારતને સાથ
કાશ્મીર સ્થિતિ મામલે ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બંધ બારણે ચર્ચા કરાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો.
નવી દિલ્હી: ચીને કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચર્ચા કરાવવાના પોતાના પ્રસ્તાવને પરત લઈ લીધો છે. ચીને આ નિર્ણય સુરક્ષા પરિષદમાં અનેક સદસ્યોના વિરોધ બાધ લીધો છે. અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને બ્રિટેને ભારતને સમર્થન આપતા કહ્યું કે આ દ્વિપક્ષીય મામલો છે. 15 સદસ્યોવાળી યૂએનએસસીમાં સામેલ ઇન્ડોનેશિયાએ આ વાત પર વાંધો ઉઠાવ્યો હતો કે લાઈન ઓફ કોન્ટ્રોલ(એલઓસી)ના ભારતી સરહદની અને સુરક્ષાદળોના જમાવડાને ચર્ચાનો આધાર શા માટે બનાવવામાં આવી રહ્યો છે. ઈન્ડોનેશિયાએ કહ્યું કે ભારતનો આ આંતરિક મામલો છે.
ઉલ્લેખનીય છે કે, ભારત હાલમાં સુરક્ષા પરિષદનો સભ્ય નથી. પરંતુ બ્રિટેને આ મામલે પહેલીવાર ભારતને સમર્થન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અન્ય સ્થાયી સભ્ય રશિયાએ પણ કહ્યું કે ફોરમમાં આ મુદ્દા પર ચર્ચા ન થવી જોઈએ. કાશ્મીર સ્થિતિ મામલે ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બંધ બારણે ચર્ચા કરાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો.
એક અહેવાલ પ્રમાણે ચીનને યુએનએસસીમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો અનુરોધ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીએ કર્યો હતો. કુરેશીએ પત્રમાં આરોપ લગાવ્યો હતો કે ભારત પાકિસ્તાનને વિભાજિત કરવાની તૈયારી કરી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ભારત એલઓસી પર પાંચ સેક્ટરો પરથી આંશિક રીતે ફેંસ(વાડ) હટાવી દીધી છે. કુરેશીનું કહેવું છે કે ભારત એક ખોટું ઓપરેશન ચલાવી શકે છે.
ભારત સરકારે 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ની જોગવાઈને હટાવીને રાજ્યના બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાના નિર્ણય બાદથી જ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવા સતત પ્રયાસ કરતું રહ્યું છે. પરંતુ તેને માત્ર ચીનનો જ સાથ મળ્યો છે.
નિર્ભયા ગેન્ગરેપઃ દોષી અક્ષયના વકીલે સુપ્રીમ કોર્ટને કહ્યું- 'મોતની સજા ના આપો'
હૈદ્રાબાદ રેપ-મર્ડરઃ બે આરોપીએ પહેલા પણ 9 મહિલાઓને દુષ્કર્મ બાદ જીવતી સળગાવી હતી, પોલીસનો દાવો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion