શોધખોળ કરો
Corona Update: માસ્ક પહેરવાને લઈને WHOએ શું આપી મોટી ચેતવણી? જાણીને આંચકો લાગશે
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કાળો કહેર ચાલી રહ્યો છે ત્યારે તેનાથી બચવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જોકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ સોમવારે મોટી ચેતવણી આપી છે
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કાળો કહેર ચાલી રહ્યો છે ત્યારે તેનાથી બચવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જોકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ સોમવારે મોટી ચેતવણી આપી છે અને કહ્યું હતું કે, માત્ર માસ્ક પહેરવાથી કોરોના વાયરસ ખતમ નહીં થાય. એ કોઈ જાદુઈ છડી નથી. ડબલ્યૂએસઓના સેક્રેટરી જનરલ ટેડ્રોસ એડહોનમે કહ્યું હતું કે, માત્ર માસ્ક પહેરવાથી તે ખતમ નહીં થાય. એ ઘણાં બધાં ઉપાયમાંનો એક ઉપાય છે. હાથને સાબુથી વારંવાર ધોવા, ચહેરા પર હાથ ન લગાવો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને માસ્કને યોગ્ય રીતે ઉપયોગ પણ જરૂરી છે.
કોરોના વાયરસથી સંક્રમિત બ્રિટનનાં વડાપ્રધાન બોરિસ જોનસનની તબિયત બગડતાં તેમને ભારતીય સમય અનુસાર સોમવારે મોડી રાત્રે ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓને રવિવાર રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જોનસન 27 માર્ચે કોરોના પોઝિટિવ હોવાની જાણ થઈ હતી. ત્યાર બાદ તેઓ કોરેન્ટાઈન હતાં. સોમવારે કેબિનેટ મિનિસ્ટર રોબર્ટ જેનરિકે કહ્યું હતું કે, વડાપ્રધાન બોરિસ જોનસન લંડનની એક હોસ્પિટલમાંથી જ સરકારી કામકાજ સંભાળી રહ્યા છે.
કોરોના વાયરસને કારણે ફ્રાંસમાં છેલ્લા 24 કલાકમાં 833 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે ઇટલી અને સ્પેન બાદ અમિરાકામાં મૃત્યુઆંક 10 હજાર 300ને પાર કરી ગયો છે. અમેરિકામાં સાડા ત્રણ લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. કોરનાને કારણે ઇટાલીમાં સૌથી વધુ 16 હજાર લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement