શોધખોળ કરો
Advertisement
Corona Vaccine: વિશ્વનો આ દેશ તેના તમામ નાગરિકોને મફત આપશે કોરોના રસી, ખુદ પ્રધાનમંત્રીએ કરી જાહેરાત
સમાચાર એજન્સી એએફપી મુજબ, પીએમ સ્કોટ મોરિસને કહ્યું, હાલ ઓક્સફોર્ડની રસી વિશ્વમાં સૌથી ભરોસોમંદ વેક્સીન છે. કંપની સાથે કરાર અંતર્ગત અમે અમારા તમામ નાગરિકો માટે આ રસી સુનિશ્ચિત કરી લીધી છે.
સિડનીઃ સમગ્ર વિશ્વ હાલ કોરોના સામે લડી રહ્યું છે. અનેક દેશો કોરોનાની રસી બનાવવામાં લાગ્યા છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને કહ્યું કે, ઓસ્ટ્રેલિયાએ બ્રિટિશ દવા કંપની એસ્ટ્રાજેનેકા સાથે કોવિડ-19 રસી મેળવવા માટે ડીલ કરી છે. ઓસ્ટ્રેલિયા આ વેક્સીનનું મેન્યુફેક્ચરિંગ કરશે અને તમામ નાગરિકોને ફ્રીમાં ડોઝ આપવામાં આવશ તેવી જાહેરાત પણ ઓસ્ટ્રેલિયાના પીએમ મોરિસને મંગળવારે કરી હતી.
સમાચાર એજન્સી એએફપી મુજબ, પીએમ સ્કોટ મોરિસને કહ્યું, હાલ ઓક્સફોર્ડની રસી વિશ્વમાં સૌથી ભરોસોમંદ વેક્સીન છે. કંપની સાથે કરાર અંતર્ગત અમે અમારા તમામ નાગરિકો માટે આ રસી સુનિશ્ચિત કરી લીધી છે. જો આ વેક્સીન સફળ સાબિત થશે તો અમે તેનું મેન્યુફેક્ચરિંગ અને સપ્લાઈ કરીશું. ઉપરાંત અઢી કરોડ ઓસ્ટ્રેલિયન નાગરિકોને તેનો ફ્રીમાં ડોઝ આપીશું.
ઓક્સફોર્ડમાં બની રહેલી આ વેક્સીન ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું હોય તેવી વિશ્વની પાંચ વેક્સીન પૈકીની એક છે. ચાલુ વર્ષના અંત સુધીમાં તેના પરિણામ પણ આવી જશે. સ્કોટ મોરીસને કહ્યું કે, તેમની સરકાર કેટલીક અન્ય સંભવિત રસી બનાવતી ટીમોનો સંપર્ક કરી રહી છે અને દેશના વૈજ્ઞાનિકો પણ આ દિશામાં કોશિશ કરી રહ્યા છે. જોકે એસ્ટ્રાજેનિકા સાથે વેક્સીનની શું કિંમત હશે અને ઓસ્ટ્રેલિયામાં તેનું ઉત્પાદન કોણ કરશે તેને લઈ સહમતિ નથી બની શકી.
ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસથી 23,583 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી હાલ 7,555 એક્ટિવ કેસ છે અને 14,739 લોકો કોરોના મુક્ત થઈ ગયા છે. ઓસ્ટ્રેલિયામાં કોરોનાથી 438 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement