શોધખોળ કરો
Advertisement
કોરોનાની રસીને લઈ WHO એ આપ્યું મોટું નિવેદન, કહી આ વાત, જાણો વિગત
ટેડ્રોસે કહ્યું, અનેક રસી હાલ ક્લીનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કામાં પહોંચી ચુકી છે અને અમે આશા રાખીએ છીએ કે સંક્રમણને રોકવામાં મદદ કરશે.
નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ દરમિયાન ફરી એક વખત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના મહમારીને લઈ ચિંતા વ્યક્ત કરી છે. WHO પ્રમુખ ડૉ. ટેડ્રોસ એડનોમ ગેબ્રિયેસસે સોમવારે કહ્યું કે, વૈશ્વિક સ્તરે કોરોનાના કેસમાં પાંચ ગણો વધારો થયો છે અને હવે આ સંખ્યા 17.5 મિલિયન સુધી પહોંચી ગઈ છે.
ત્રણ મહિના પહેલા જ્યારે સંસ્થાની ઈમરજન્સી કમિટીએ બેઠક કરી હતી ત્યારે આટલા મામલા નહોતા, પરંતુ તે પછી કેસમાં પાંચ ગણો વધારો થયો છે અને મૃત્યુદર પણ ત્રણ ગણો વધીને 6,80,000 સુધી પહોંચી ગયો છે. કોરોનાની સારવારને લઈ શક્ય તમામ કોશિશ કરવામાં આવી રહી છે.
કોરોનાની રસીને લઈ શું ક્હ્યું
ટેડ્રોસે કહ્યું, અનેક રસી હાલ ક્લીનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કામાં પહોંચી ચુકી છે અને અમે આશા રાખીએ છીએ કે સંક્રમણને રોકવામાં મદદ કરશે. જોકે, હાલ અમે સમયની પુષ્ટિ ન કરી શકીએ પરંતુ જલદીથી વેક્સીન તૈયાર થઈ જશે તેવી આશા રાખીએ છીએ.
આ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને લઈ ચેતવણી જાહેર કરતા કહ્યું હતું કે, આ મહામારી લાંબા સમય સુધી રહી શકે છે.
વિશ્વમાં શું છે કોરોનાની સ્થિતિ
વિશ્વભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. અત્યાર સુધીમાં એક કરોડ 80 લાખથી વધારે મામલા નોંધાઈ ચુક્યા છે, જ્યારે 6 લાખ 87 હજારથી વધારે લોકોના મોત થયા છે. બીમારીથી ઠીક થનારા લોકોની સંખ્યા એક કરોડ 13 લાખને પાર થઈ ગઈ છે. વિશ્વમાં હાલ 60 લાખ એક્ટિવ કેસ છે.
ભરૂચમાં 3.3ની તીવ્રતાનો આવ્યો ભૂકંપનો આંચકો, એપી સેન્ટર ભરૂચની 7 કિમી દૂર
રામ મંદિરનો શિલાન્યાસ થઈ ચુક્યો છે, રાજીવ ગાંધીએ કર્યો છેઃ દિગ્વિજય સિંહ
Unlock 3: જિમ અને યોગ સંસ્થાઓ માટે સરકારે બહાર પાડી નવી ગાઇડલાઇન, જાણો કઈ બાબતોનું રાખવું પડશે ધ્યાન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement