શોધખોળ કરો
Advertisement
ડોનાલ્ડ ટ્રમ્પ પણ કરાવશે કોરોના ટેસ્ટ, અમેરિકામાં લાવવામાં આવ્યું કોરોના વાયરસ રિલીફ બિલ, જાણો વિગતે
ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસનો ભય દૂર કરવા 50 અબજ ડોલરના ફંડની જાહેરાત કરી છે.
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવા તૈયાર થઈ ગયા છે. છેલ્લા થોડા દિવસોથી તેમના પર સવાલ ઉઠાવવામાં આવતા હતા કે તેમને કોરોના વાયરસનો ખતરો છે. કારણકે તાજેતરમાં તેમણે કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય તેવા લોકો સાથે મુલાકાત કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસનો ભય દૂર કરવા 50 અબજ ડોલરના ફંડની જાહેરાત કરી છે. આજે તેમણે Coronavirus Relief Bill ની જાહેરાત કરી જણાવ્યું કે, આ અંતર્ગત વાયરસની ફ્રી તપાસ અને બીમારી માટે લીધેલી રજા તથા પારિવારિક કારણોથી લીધેલી રજા માટે પગાર નહીં કાપવામાં આવે તેવી બિલમાં જોગવાઈ છે.
આ ઉપરાંત બિલ અંતર્ગત બેરોજગારી વિમા મજબૂત કરવા તથા પરિવાર પર બોજ ઘટાડવાનો પ્રસ્તાવ છે. આ બિલ આગામી સપ્તાહે સેનેટમાં રજૂ કરાશે. જેમાં વાયરસથી સંક્રમિત વ્યક્તિની સંભાળ રાખતા કર્મચારીઓ માટે સવેતન રજા તથા ગરીબ અને વરિષ્ઠ નાગરિકો માટે વધારાની ફૂડ સહાયતાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અત્યાર સુધી કોરોના વાયરસથી 50થી વધારે મોત થયા છે. અમે સંખ્યાને યથાવત્ રાખવા માંગીએ છીએ. તે ચીનથી આવ્યો પરંતુ તેમાં કોઈની ભૂલ નથી. કોઈને તેની આશા નહોતી. આપણે આ બધી સમસ્યાને સારી રીતે ઉકેલીશું.
અમરેલીઃ રામકથામાં મોરરીબાપુએ કોરોના વાયરસને લઈ શું કહ્યું ? જાણો વિગત
ઈટાલીથી હનીમૂન મનાવીને પરત ફર્યુ કપલ, પતિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં જ પત્નીએ કર્યુ આવું, જાણો વિગતે
IPL 2020: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન, કહ્યું- અમે તો આઈપીએલ રમાડવા માંગીએ છીએ પણ...........
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement