શોધખોળ કરો
Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં બ્રાઝીલથી પણ વધારે નોંધાયા કેસ, 671 લોકોના મોત
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે.
![Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં બ્રાઝીલથી પણ વધારે નોંધાયા કેસ, 671 લોકોના મોત Coronavirus Pandemic: India registered more then cases of Brazil in last 24 hours Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં બ્રાઝીલથી પણ વધારે નોંધાયા કેસ, 671 લોકોના મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/18152851/brazil-corona.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વકરી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં બ્રાઝીલથી પણ વધારે કેસ નોંધાયા છે. બ્રાઝીલમાં 33,959 કેસ નોંધાયા છે, જેની સામે ભારતમાં 34,800થી વધારે કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 671 લોકોના મોત થયા છે અને 34,884 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10,38,716 પર પહોંચી છે અને 26,273 લોકોના મોત થયા છે. 6,53,751 લોકો સાજા થઈ ગયા છે અને 3,58,692 એક્ટિવ કેસ છે.
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે. જો 10 લાખ વસતી પર સંક્રમિત મામલા અને મૃત્યુદરની વાત કરવામાં આવે તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. ભારતથી વધારે મામલા અમેરિકા અને બ્રાઝીલમાં છે.
ભારતમાં મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં 2,92,589 કેસ નોંધાય છે. જે પછી તમિલનાડુમાં 1,60,907, દિલ્હીમાં 1,20107,993, કર્ણાટકમાં 55,115, ગુજરાતમાં 46,430, ઉત્તરપ્રદેશમાં 45,163, તેલંગાણામાં 42,496, આંધ્રપ્રદેશમાં 40,646, પશ્ચિમ બંગાળમાં 38,011 કેસ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)