શોધખોળ કરો
કોરોનાના કેસ વધતા વિશ્વના આ જાણીતા દેશે દારૂના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગત
રામાફોસાએ કહ્યું, દક્ષિણ આફ્રિકામાં કોવિડ-19ના હાલ 2,76,242 કન્ફર્મ કેસ છે અને 4,079 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાંથી 25 ટકા છેલ્લા એક સપ્તાહના છે.
![કોરોનાના કેસ વધતા વિશ્વના આ જાણીતા દેશે દારૂના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગત Coronavirus Pandemic: South Africa bans alcohol sales against combat covid-19 કોરોનાના કેસ વધતા વિશ્વના આ જાણીતા દેશે દારૂના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/13221046/alcohal.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ કોરોનાના વધતા મામલાને લઈ દેશમાં ઈમરજન્સીને 15 ઓગસ્ટ સુધી લંબાવવાની જાહેરાત કરી છે. રામાફોસાએ રાત્રે 9 વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધી કર્ફ્યુ અને ઘરથી બહાર નીકળતી વખતે ફરજિયાત માસ્ક પહેરવા જણાવ્યું હતું. ઉપરાંત હોસ્પિટલો પરથી ભારણ ઓછું કરવા દારૂના વેચાણ અને વિતરણ પર ફરીથી પ્રતિબંધ લગાવી દીધો હતો.
APના રિપોર્ટ મુજબ, દક્ષિણ આફ્રિકામાં લોકડાઉનના કારણે દારૂ પર પ્રતિબંધ હતો. જેને એક જૂનથી હટાવી દેવામાં આવ્યો હતો. આ પછી દારૂ પીને થતી દુર્ઘટના તથા હિંસાના અનેક મામલા સામે આવવા લાગ્યા હતા. જેના કારણે હોસ્પિટલો પર ભારણ વધી ગયું હતું. કોરોના કાળમાં આવી ઘટના પર કાબુ રાખી શકાય અને હોસ્પિટલો પરનું ભારણ ઓછું થાય તે માટે ફરીથી દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. કોવિડ 19નો સામનો કરવા બનાવવામાં આવેલી રણનીતિમાં કોઈ બદલાવ કર્યા વગર યથાવત રાખવામાં આવી છે.
રામાફોસાએ કહ્યું, દક્ષિણ આફ્રિકામાં કોવિડ-19ના હાલ 2,76,242 કન્ફર્મ કેસ છે અને 4,079 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાંથી 25 ટકા છેલ્લા એક સપ્તાહના છે. રાષ્ટ્રપતિએ કહ્યું, રોજના સરેરાશ 12 હજાર નવા મામલા સામે આવી રહ્યા છે.
તેમણે કહ્યુ, આપણે સતત લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરતા રહ્યા છીએ. વાયરસ સામે લડવાની આપણી લડાઈ વચ્ચે એવા પણ લોકો છે જે પાર્ટી કરી રહ્યા છે, દારૂ પી રહ્યા છે અને માસ્ક વગર ભીડવાળી જગ્યા પર જઈ રહ્યા છે. અંતિમ સંસ્કારમાં 50 લોકને જવાની મંજૂરી છે અને 1000થી વધારે લોકો ભેગા થઈને વાયરસ ફેલાવી રહ્યા છે. આ પ્રકારની બેદરકારીથી જ વાયરસ ફેલાઇ છે.
પીએમ મોદીએ ગૂગલના CEO સુંદર પિચાઈ સાથે કરી વાત, ગૂગલ ભારતમાં કરશે 75 હજાર કરોડનું રોકાણ
હોલીવુડની જાણીતી એક્ટ્રેસ કેલી પ્રિસ્ટનનું નિધન, બે વર્ષથી લડતી હતી બ્રેસ્ટ કેન્સર સામે જંગ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)