શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનામાં ફસાયેલા પાકિસ્તાનને અહીંથી મળી 1.4 અબજ ડૉલરની મદદ, જાણો વિગતે
પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ પાસે મદદ આર્થિક મદદ માગી હતી, હવે IMFએ પાકિસ્તાનને 1.4 બિલિયન અમેરિકન ડૉલરની આર્થિક સહાય આપવાની મંજૂરી આપી દીધી છે
ઇસ્લામાબાદઃ દુનિયાના અન્ય દેશોની સાથે સાથે પાકિસ્તાન પણ હવે કોરોનાની ઝપેટમાં બરાબરની ફસાયુ છે. પાકિસ્તાન આર્થિક નબળી સ્થિતિના કારણે કોરોના સામે લડી શકતુ નથી. ત્યારે હવે તેના માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. IMFએ પાકિસ્તાનને ઇમર્જન્સી પેકેજ આપવાની જાહેરાત કરી છે.
પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ પાસે મદદ આર્થિક મદદ માગી હતી, હવે IMFએ પાકિસ્તાનને 1.4 બિલિયન અમેરિકન ડૉલરની આર્થિક સહાય આપવાની મંજૂરી આપી દીધી છે. આનાથી પાકિસ્તાનને પોતાનો આર્થિક બોજો ઓછો થશે અને કોરોના સામે લડવામાં મદદ મળશે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના આર્થિક સંકટને પહોંચી વળવા માટે IMF સાથે ગયા જુલાઇ મહિનામાં 6 બિલિયન ડૉલરના રાહત પેકેજ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.IMF દ્વારા આપવામાં આવેલી આ મદદ આ પેકેજથી વધારે હશે.
કોરોનાએ પાકિસ્તાન હાલ તબાહી મચાવીને મુકી દીધી છે. કોરોના સંક્રમિતોનો આંકડો 7 હજારને પાર પહોંચી ગયો છે, અને મરનારાઓની સંખ્યા 134 થઇ ગઇ છે. જોકે, 1600થી વધુ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion