શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસ: દુનિયાભરમાં 30 હજારથી વધુના મોત, સાડા છ લાખ સંક્રમિત
કોરોના વાયરસના કારણે 30 હજારથી વધારે લોકોના મોત થયા છે જ્યારે 6 લાખથી વધારે લોકો આ વાયરસથી સંક્રમિત છે.
નવી દિલ્હી: કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વના લોકો સંકટમાં છે. મોટા ભાગના દેશો આજે કોરોના વાયરસ સામે લડી રહ્યા છે. કોરોના વાયરસના કારણે 30 હજારથી વધારે લોકોના મોત થયા છે જ્યારે 6 લાખથી વધારે લોકો આ વાયરસથી સંક્રમિત છે. 1 લાખ 40 હજારથી વધુ લોકો સંક્રમણ પછી સાજા થઈ ગયા છે.
અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા 124,686 પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 2,191 થઈ ગયો છે. ન્યૂયોર્કમાં સૌથી વધારે મોત થયા છે, અહીં 52 હજાર પોઝિટિવ કેસ છે. ઈટાલીમાં કોરોના વાયરસના કેસ એક લાખે પહોંચવા આવ્યા છે, જ્યારે અહીં મૃત્યુઆંક 10 હજાર પાર પહોંચી ગયો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ન્યૂયોર્ક અને તેના પાડોશી રાજ્યોને ક્વારેન્ટાઈન કરવામા આવશે નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને કનેકટિકટ માટે ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડવામાં આવશે.
સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું 26 માર્ચના રોજ પેરિસમાં મોત થયું. તેની ઉંમર 86 વર્ષની હતી. મારિયાના મોતની જાણકારી તેના ભાઈ એનરિક ડી બોરબોને ફેસબુક પર આપી છે. વિશ્વભરમાં શાહી પરિવારમાં આ પ્રથમ મોત છે. રાજકુમારી મારિય પરિવારની કેડેટ શાખા, બોર્ન-પરમા ગરની સભ્ય હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement