શોધખોળ કરો
Advertisement
ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગના ડ્રાફ્ટને અમેરિકન સાંસદોએ આપી મંજૂરી
અમેરિકન સાંસદોએ શુક્રવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ બે આરોપોને મંજૂરી આપી દીધી છે
વોશિંગ્ટનઃ અમેરિકન સાંસદોએ શુક્રવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ બે આરોપોને મંજૂરી આપી દીધી છે. જે હેઠળ સાંસદમાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા આગળ વધશે. સાંસદની ન્યાયિક સમિતિમાં ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન સાંસદોએ 17ની સરખામણીએ 23 મતથી મતદાન કર્યું હતું. જે હેઠળ અમેરિકાના ઇતિહાસમાં ટ્રમ્પ એવા ત્રીજા રાષ્ટ્રપતિ બની જશે જેના વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી આગળ વધશે.
ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સંભવિત હરિફ જો બિડેન સહિત પોતાના હરિફોની છબિ ખરાબ કરવા માટે યુક્રેનની ગેરકાયદેસર રીતે મદદ માંગી છે.આ સંબંધમાં ડેમોક્રેટ્સને મંગળવારે તેમના પર મહાભિયોગની બે કલમ હેઠળ આરોપ લગાવ્યા હતા.
કોગ્રેસની ન્યાયિક સમિતિએ આ બે કલમો પર બુધવાર અને ગુરુવારે સાર્વજનિક ચર્ચા કરી હતી. ટ્રમ્પની યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદમીર જેલેન્સ્કી સાથે જૂલાઇમાં ફોન પર વાતચીતના સંબંધમાં સપ્ટેમ્બરમાં એક અનામ વ્હિસલબ્લોઅરની ફરિયાદ બાદ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી હતી.
હાઉસ જ્યૂડિશિયરી કમિટીના અધ્યક્ષ જેરી નાડલરે આરોપ લગાવ્યો હતો કે ટ્રમ્પ પોતાના ફાયદા માટે 2020 ચૂંટણીને નબળી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ કે, ડેમોક્રેટની મહાભિયોગની કલમ ખૂબ કમજોર છે અને સાથે જ પોતે કાંઇ ખોટું નહી કર્યા વાત દોહરાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
દેશ
દેશ
Advertisement