શોધખોળ કરો
US રાષ્ટ્રપતિ ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ, ઇઝરાયલ-UAE વચ્ચે કરાવ્યો હતો શાંતિ કરાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2021ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામા આવ્યા છે.

ન્યૂયોર્કઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2021ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામા આવ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઇઝરાયલ-યુએઇ શાંતિ કરારમાં મહત્વની ભૂમિકા માટે, નોર્વના એક સાંસદ ક્રિસ્ચિયન ટાયબ્રિંગ-ગેજેડ દ્ધારા નોમિનેટ કરાયા હતા. ટ્રમ્પની મધ્યસ્થતા બાદ જ બંન્ને દેશ વચ્ચે આ કરાર થઇ શક્યો હતો. ઇઝરાયલ અને યુએઇએ 13 ઓગસ્ટના રોજ આ કરારની જાહેરાત કરી હતી.
યુએઇ અને ઇઝરાયલ વચ્ચે શાંતિ કરારે દુનિયાના કૂટનીતિક સમીકરણોએ નવો રસ્તો આપ્યો હતો. આ કરાર એટલા માટે પણ ખાસ છે કારણ કે હાલમાં મિડલ ઇસ્ટના બે દેશોને છોડીને કોઇ પણ ઇઝરાયલને એક દેશ તરીકે માન્યતા આપતા નથી. પરંતુ હવે યુએઇએ પણ ઇઝરાયલને માન્યતા આપી દીધી છે.
વધુ વાંચો
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દુનિયા
દેશ
Advertisement





















