શોધખોળ કરો
Advertisement
અમેરિકામાં આપવામાં આવી કોરોનાની પહેલી વેક્સિન, ટ્રંપે ટ્વિટ કરી આપી શુભેચ્છા
અમેરિકામાં આજે કોરોના વાયરસની વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રંપે ટ્વિટ કરી અમેરિકા અને દુનિયાના લોકોએ શુભેચ્છા આપી છે.
નવી દિલ્હી: અમેરિકામાં આજે કોરોના વાયરસની વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રંપે ટ્વિટ કરી અમેરિકા અને દુનિયાના લોકોએ શુભેચ્છા આપી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ન્યૂયોર્કમાં હેલ્થ વર્કરને ફાઈઝરની પ્રથમ કોરોના વેક્સિન આપવામાં આવી છે. લોન્ગ આઈલેન્ડ Jewish મેડિકલ સેન્ટર પર તૈનાત નર્સ સૈંડ્રા લિંડસેને લાઈવ ટીવી પર વેક્સિન આપવામાં આવી.
ઉલ્લેખનીય છે કે અમેરિકી દવા કંપની ફાઈઝર અન જર્મન કંપની બાયોએનટેક દ્વારા વિકસિત કોવિડ-19 રસીને અત્યાર સુધીમાં બ્રિટન, કેનેડા, બહરીન અને સિંગાપુરે મંજૂરી આપી છે. અમેરિકાએ શુક્રવારે ફાઈઝર દ્વારા વિકસિત કોવિડ-19 રસીની ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી.
આ સાથે જ અમેરિકાના ઈતિહાસમાં મહામારી સામે સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. કોરોના મહામારીમાં દુનિયાભરમાં અત્યાર સુધીમાં આશરે 16 લાખ લોકોના જીવ ગયા છે અને 7.1 કરોડ લોકો બિમાર કર્યા છે. અમેરિકામાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકોના મોત થયા છે. રસીકરણમાં સ્વાસ્થ્ય કર્મી અને નર્સિંગ હોમના કર્મીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement