WHOનું એલર્ટ, યુરોપમાં વધુ એક કોરોનાની લહેરની આશંકા
માત્ર યુરોપમાં જ 2 ઓક્ટોબરના રોજ પૂરા થતા સપ્તાહમાં કોવિડ-19 કેસમાં વધારો નોંધાયો છે
નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ (ECDC) એ બુધવારે જણાવ્યું હતું કે સમગ્ર યુરોપમાં કોવિડ-19ની બીજી લહેર શરૂ થઈ શકે છે. યુરોપના ઘણા ભાગોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. એક સંયુક્ત નિવેદનમાં WHOના યુરોપના ડિરેક્ટર હેન્સ ક્લુઝ અને ECDC ડિરેક્ટર એન્ડ્રીયા અમ્મોને કહ્યું હતું કે 'COVID-19 મહામારી હજુ ખત્મ થઇ નથી. જોકે સદભાગ્યે આપણે એક વર્ષ પહેલાં જ્યાં હતા ત્યાં નથી.
With COVID-19 & flu potentially co-circulating this autumn/winter, vulnerable people are at an increased risk.
— EU Health - #HealthUnion (@EU_Health) October 12, 2022
Vaccination is one of our most effective tools against both viruses.
Get vaccinated: make vaccines work#HealthUnion @ECDC_EU @WHO_Europe
દુર્ભાગ્યવશ અમે યુરોપમાં ફરીથી કોરોનાના કેસ વધતા જોઇ રહ્યા છીએ. સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે અમે ભલામણ કરીએ છીએ કે કોરોનાની વધુ એક લહેર શરૂ થઇ ગઇ છે. WHO ના પ્રદેશ મુજબના ડેટા દર્શાવે છે કે માત્ર યુરોપમાં જ 2 ઓક્ટોબરના રોજ પૂરા થતા સપ્તાહમાં કોવિડ-19 કેસમાં વધારો નોંધાયો છે, જે અગાઉના સપ્તાહ કરતા 8% વધારે છે. સાર્વજનિક આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે યુરોપમાં ઉપલબ્ધ રસીની સંખ્યા અંગે મૂંઝવણ છે. WHO અને ECDC એ નોંધ્યું છે કે સમગ્ર યુરોપમાં લાખો લોકોને હજુ પણ COVID-19 રસી મળી નથી.
The co-circulation of #COVID19 and seasonal influenza could put the most vulnerable and our healthcare systems at risk this winter.
— Stella Kyriakides (@SKyriakidesEU) October 12, 2022
Together with @ECDC_EU and @WHO_Europe, we encourage everyone to come forward for vaccination against both viruses.
➡️Vaccination saves lives. https://t.co/5rIcYrsVxh
ઈન્ફલ્યુએન્ઝા અને COVID-19 બંને સામે રસી લો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલે યુરોપિયન દેશોને ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં અપેક્ષિત વધારા પહેલા ફ્લૂ અને COVID-19 બંને રસી મેળવવા વિનંતી કરી છે. WHO અને ECDCએ કહ્યું, '60 વર્ષથી વધુ ઉંમરના લોકો, સગર્ભા સ્ત્રીઓ સહિત સંવેદનશીલ જૂથોને ઈન્ફલ્યુએન્ઝા અને COVID-19 બંને સામે રસી આપવી જોઈએ.'
"Although we are not where we were one year ago, it is clear the pandemic is still not over.
— European Commission in Cyprus (@EUCYPRUS) October 12, 2022
We are unfortunately seeing indicators rising again in Europe, suggesting another wave of infections has begun."@SKyriakidesEU @hans_kluge @ECDC_EU statement:https://t.co/bQzFKBYGwe