શોધખોળ કરો
વિશ્વમાં દરરોજ 82 કરોડ લોકો રાત્રે ભૂખ્યા સૂવે છે, 13 કરોડથી વધુ લોકો ભૂખમરાનો કરી રહ્યા છે સામનોઃ UN
કોરોના વાયરસની વૈશ્વિક મહામારીથી વિશ્વા ધનિક દેશો જ નહીં પરંતુ સંઘર્ષગ્રસ્ત દેશોને પણ અસર થઈ રહી છે તેમ યુએનના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડેવિડ બિસલેએ જણાવ્યું હતું.

નવી દિલ્હીઃ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીથી વિશ્વા ધનિક દેશો જ નહીં પરંતુ સંઘર્ષગ્રસ્ત દેશોને પણ અસર થઈ રહી છે તેમ યુએનના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડેવિડ બિસલેએ જણાવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રને આપવામાં આવતી સહાય અટકાવવામાં આવે કે ઘટાડવામાં આવશે તો આવા દેશોના લાખો લોકો ભૂખમરાનો સામનો કરવા મજબૂર થશે.
ડેવિડ બિસલેએ એસોસિએટેડ પ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, વિશ્વના કેટલાક ધનવાન દેશોના નેતાઓ મારી સાથે સંપર્કમાં છે. મેં તેમને જણાવ્યુ છે પુરવઠો જાળવી રાખવો જરૂરી છે પરંતુ તેમાં નિકાસ પર લાગેલો પ્રતિબંધ, સરહદો અને બંદર બંધ કરવા, ખેતરમાં પાક નિષ્ફળ જવો, રોડ બંધ હોવા જેવી કેટલીક અડચણો પણ છે. જો અમારી પાસે પૈસા અને અનાજનો પૂરતો પુરવઠો હોય તો અમે ભૂખમરાથી થનારા મોતને ટાળી શકીએ છીએ.
તેમણે કહ્યું, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ગત સપ્તાહે ચેતવણી આપી હતી કે વિશ્વ કોવિડ-19 વૈશ્વિક મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ભૂખમરો પણ વૈશ્વિક મહામારી બનવા તરફ છે. જો તાત્કાલિક પગલાં નહીં ભરવામાં આવે તો થોડા મહિનામાં મોટા પાયે લોકોના મોત થઈ શકે છે. હાલ વિશ્વમાં 82.1 કરોડ લોકો રોજ રાતે ભૂખ્યા સુવે છે અને 13.5 કરોડ લોકો ભૂખમરાનું સંકટ કે તેનાથી પણ ખરાબ સ્તરનો સામનો કરી રહ્યા છે.
વિશ્વ ખાદ્ય કાર્યક્રમનું નવો અંદાજ દર્શાવે છે કે, કોવિડ-19ના પરિણામે 13 કરોડ લોકો 2020ના અંત સુધીમાં ભૂખ્યા મરી જશે. અમે હાલ 10 કરોડ લોકોને રોજનું ભોજન ઉપલબ્ધ કરાવીએ છીએ. જેમાંથી 3 કરોડ લોકો જીવતા રહેવા માટે પૂરી રીતે અમારા પર જ નિર્ભર છે. બિસલે કહ્યું કે, વિશ્વ ખાદ્ય કાર્યક્રમમાં અમેરિકા, બ્રિટન, જર્મની, જાપાન અને બીજા સમૃદ્ધ દેશોની મદદ મળે છે.
બિસલે કહ્યું કે, જો આ દેશોની અર્થવ્યવસ્થા બગડશે તો તેમાંથી મળતી મદદ પ્રભાવિત થશે અને તે વિવિધ રીતે વિકાસશીલ દેશોની અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
