Dakor Mandir Aarti : યાત્રાધામ ડાકોરમાં આરતીનું સ્થળ બદલાતા વિવાદ, જુઓ અહેવાલ
Dakor Mandir Aarti : યાત્રાધામ ડાકોરમાં આરતીનું સ્થળ બદલાતા વિવાદ, જુઓ અહેવાલ
ડાકોર મંદિરમાં ભગવાન સન્મુખ નીચે ઉભા રહી આરતી કરવાના નવ નિયમનો મામલો. મંદિર મેનેજર જગદીશભાઈ દવેએ આપી પ્રતિક્રિયા. મેનેજરે કહ્યું સમગ્ર વિવાદ ખોટી રીતે ઉભો કરાયો છે. આ પ્રથા વૈષ્ણવોના હિત માટે બદલવામાં આવી. ઠાકોરજીના શ્રી અંગની સાચવણીના ભાગરૂપે, ઠાકોરજીને ગરમી ના થાય તે માટે આરતી દૂરથી કરવાની જોગવાઈ મંદિર સ્કીમમાં પણ છે. કેટલાક સેવકો આરતીનો ભાવ નહીં જાળવતા હોવાનો પણ મેનેજરે કર્યો આક્ષેપ. ઘણા વૈષ્ણવોની ફરિયાદ હતી કે સિંહાસન પરથી આરતી થાય ત્યારે કેટલાક સેવકો વચ્ચે ઉભરાઈ આરતી ઉતારતા હોય ભગવાનના બદલે તેમની પીઠના દર્શન થતા હોય છે, આ તમામ રજૂઆતો, સ્કીમની જોગવાઈ અને તાજેતરમાં બનેલ બનાવને અનુસંધાને નિયમ બદલવામાં આવ્યો છે.
યાત્રાધામ ડાકોર મંદિરમાં બદલાયો ઇતિહાસ. પ્રથમ વાર મંદિર ના નિર્ણય ને પગલે વારાદારી સેવક દ્વારા રણછોડજી ભગવાન ની આરતી ભગવાન સન્મુખ નીચે ઉભા રહી ઉતારી. અત્યાર સુધી સિંહાસન પર થી જ ઊભા રહી ઉતરતી હતી આરતી. પરંતુ ગત 22/11 ન રોજ એક સેવક નો ખેસ સળગવા ને પગલે 10/12 ના રોજ ભરાયેલ મિટિંગ માં આરતી ની જગ્યા બદલવા માટે લેવાયો હતો નિર્ણય. આજે પહેલી માર્ચથી નવા નિર્ણયને પગલે ભગવાનની સન્મુખ નીચે ઉભા રહી ઉતારવામાં આવી આરતી. જોકે અન્ય વારાદારી સેવક દ્વારા આરતી શરૂ થતા ની સાથે જ ભગવાન સન્મુખ આ નવા નિયમનો વિરોધ દર્શાવ્યો. ઇતિહાસમાં પેહેલી વખત ગર્ભગૃહમાં પોલીસની હાજરી જોવા મળી .



















