વિદેશ જતા લોકો ધ્યાન આપે, સરકારે બદલ્યા પાસપોર્ટના નિયમ, ઓળખ માટે હવે આ દસ્તાવેજ જરુરી
પાસપોર્ટ એ એક દસ્તાવેજ છે જે વ્યક્તિની ઓળખ અને રાષ્ટ્રીયતા સાબિત કરે છે. વિદેશ પ્રવાસ માટે આ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.

New Passport Rules : પાસપોર્ટ એ એક દસ્તાવેજ છે જે વ્યક્તિની ઓળખ અને રાષ્ટ્રીયતા સાબિત કરે છે. વિદેશ પ્રવાસ માટે આ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેની મદદથી જ તમે અન્ય દેશોમાં ફરવા, અભ્યાસ, વ્યવસાય અથવા અન્ય કારણોસર જઈ શકો છો. ભારત સરકાર દ્વારા પાસપોર્ટના નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.
પાસપોર્ટ નિયમોમાં સુધારો
કેન્દ્ર સરકાર દ્વારા પાસપોર્ટના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. આ હેઠળ, 1 ઓક્ટોબર, 2023 ના રોજ અથવા તે પછી જન્મેલા પાસપોર્ટ અરજદારો માટે, યોગ્ય અધિકારીઓ દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્ર જ જન્મ તારીખનો પુરાવો હશે. આ અઠવાડિયે, પાસપોર્ટ નિયમો 1980 માં સુધારાને અસર કરવા માટે એક સત્તાવાર નોંધ જારી કરવામાં આવી છે.
નવા પાસપોર્ટ નિયમો
અધિકૃત ગેઝેટમાં સુધારા પ્રકાશિત થયા બાદ પાસપોર્ટના નવા નિયમો અમલમાં આવશે. નવા ધારાધોરણો હેઠળ, જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ, 1969 હેઠળ સત્તા પ્રાપ્ત અન્ય કોઈપણ સત્તા દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર 1 ઓક્ટોબર, 2023 ના રોજ અથવા તે પછી જન્મેલા વ્યક્તિઓ માટે જન્મ તારીખના પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે. અન્ય અરજદારો જન્મતારીખના પુરાવા તરીકે વૈકલ્પિક દસ્તાવેજો, જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા શાળા છોડવાનું પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે.
ભારતીય પાસપોર્ટ
ભારતીય પાસપોર્ટ એ ભારત સરકાર દ્વારા જારી કરાયેલ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેના દ્વારા વિદેશ પ્રવાસે જતા ભારતીયો તેમની નાગરિકતા સાબિત કરી શકશે. ભારતીય પાસપોર્ટ 3 પ્રકારના હોય છે. નિયમિત, આધિકારીક અને ડિપ્લોમૈટિક, જેમાં સામાન્ય નાગરિકને નિયમિત પાસપોર્ટ મળે છે. સરકારી અધિકારીઓ અને રાજદ્વારીઓ માટે આધિકારીક પાસપોર્ટ છે. ડિપ્લોમૈટિક પાસપોર્ટને VVIP પાસપોર્ટ પણ કહેવામાં આવે છે, તે રાજદ્વારીઓ અને ઉચ્ચ સરકારી અધિકારીઓને પણ આપવામાં આવે છે. નિયમિત પાસપોર્ટની માન્યતા 10 વર્ષ સુધીની છે.
જન્મ તારીખના પુરાવા માટે માત્ર જન્મ પ્રમાણપત્ર જ માન્ય રહેશે
આ નવા નિયમો પ્રમાણે 1 ઓક્ટોબર, 2023ના રોજ અથવા તે પછી જન્મેલા લોકોના જન્મ તારીખના પુરાવા માટે માત્ર જન્મ પ્રમાણપત્ર જ માન્ય રહેશે. આ જન્મ પ્રમાણપત્ર જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, 1969 હેઠળ સત્તા પ્રાપ્ત કોઈપણ યોગ્ય અધિકારી દ્વારા જારી કરાયેલ હોવું જરૂરી છે. આ ઉપરાંત આ તારીખ પહેલાના અરજદારો જૂની સિસ્ટમ પ્રમાણે જન્મ તારીખના પુરાવા તરીકે ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જેવા વૈકલ્પિક દસ્તાવેજો પણ જમા કરાવી શકે છે.
ATF Price Cut: તહેવારની સિઝનમાં સસ્તી થશે હવાઇ યાત્રા, તેલ કંપનીએ હવાઇ ઇંઘણની ઘટાડી કિંમત

