શોધખોળ કરો

Fact Check: શું ભારતના સપોર્ટમાં શપથ લેવા લાગ્યા PoKના લોકો? જાણો વાયરલ વીડિયોનું સત્ય

PoK People Video Fact Check: ભારતના સમર્થનમાં શપથ લેતા કેટલાક લોકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વિશે દાવો કરવામાં આવ્યો છે કે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેનો છે

PoK People Video Fact Check: ભારતના સમર્થનમાં શપથ લેતા કેટલાક લોકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વિશે દાવો કરવામાં આવ્યો છે કે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેનો છે, જ્યાં લોકો ભારતીય સેનાના સમર્થનમાં બહાર આવ્યા છે. આ વીડિયો ફેસબુક પર વાયરલ થયો છે. આ જ વીડિયો આ વર્ષે માર્ચમાં પણ શેર કરવામાં આવ્યો હતો.

1.39 મિનિટના આ વીડિયોમાં લોકો શપથ લઈ રહ્યા છે કે તેઓ ભારતના બંધારણ ઉર્ફ કાયદાને બચાવવા માટે ભારતની પ્રગતિ માટે શપથ લે છે. તેમનું કહેવું છે કે જ્યારે પણ દેશને તેમની જરૂર પડશે ત્યારે ઉરી, જમ્મુ કાશ્મીર ગુજ્જર બકરવાલના યુવાનો પોતાનો જીવ આપવા માટે તૈયાર રહેશે. જો કે, બૂમને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ વીડિયો અંગે કરવામાં આવી રહેલો દાવો ખોટો છે.

વીડિયો વિશે શું દાવો કરવામાં આવ્યો હતો?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વીડિયો શેર કરતા યુઝરે લખ્યું હતું કે પીઓકેના મુસલમાન ભારતમાં ભળવા માટે તૈયાર છે... ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય સેનાને તન-મન-ધનથી સમર્થન આપવાની કસમ ખાઇ રહ્યા છે જે 70 વર્ષમાં સંભવ નહોતું તે હવે સહજતાથી થઇ રહ્યું છે. વીડિયોને અહી ક્લિક કરી જોઇ શકો છો, જ્યારે તેની આર્કાઈવ લિંક અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.

Fact Check: શું ભારતના સપોર્ટમાં શપથ લેવા લાગ્યા PoKના લોકો? જાણો વાયરલ વીડિયોનું સત્ય

ફેક્ટ ચેકમાં શું જાણવા મળ્યુ?

બૂમે આ વીડિયોના ફેક્ટ ચેકને આ અગાઉ માર્ચ મહિનામાં કર્યું હતું. તે સમયે પણ વીડિયોને આજ પ્રકારના દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો હતો. ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે વીડિયો અંગે કરવામાં આવેલો દાવો ખોટો છે. વીડિયોમાં લોકો ઉરીનો ઉલ્લેખ કરતા સાંભળવામાં આવ્યા હતા. લોકો પાસે પ્લેકાર્ડ પર 'ગુજ્જર-બકરવાલ એકતા ઝિંદાબાદ' લખેલું છે. અહીંથી મળેલા હિંટ મારફતે સંબંધિત કીવર્ડ્સના માધ્યમથી ગૂગલ પર સર્ચ કર્યુ હતું

આ દરમિયાન ગુજ્જર બકરવાલ નામના એક્સ હેન્ડલ વિશે અમને જાણકારી મળી હતી જેના પર આ વીડિયો હતો. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના ગુજ્જર બકરવાલ તેમના અનુસૂચિત જનજાતિની સ્થિતિની સુરક્ષાના સંબંધમાં પોતાના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવાનો સંકલ્પ લઇ રહ્યા છે. આ સિવાય યુટ્યુબ પર એક વીડિયો પણ જોવા મળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઉરીના ગુજ્જર બકરવાલ સમુદાયે ભારતના બંધારણના દાયરામાં રહીને તેમની એસટીની સ્થિતિની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

જ્યારે શપથ લેનાર રફીક બલોટેનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, "આ વિડિયોને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથે કોઈ લેવાદેવા નથી. આ વીડિયો ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે ગુજ્જર અને બકરવાલ સમુદાયોએ ઓગસ્ટ (2023)માં અનામત આપવાના સરકારના નિર્ણયનો વિરોધ ઓગસ્ટ કર્યો હતો. બારામુલ્લા જિલ્લાના ડાક બંગલા વિસ્તારમાં એક માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ચ બાદ ઉરીના ગુજ્જર અને બકરવાલના યુવાઓએ શપથ લીધા હતા.

ફેક્ટ ચેકમાં શું તારણ નીકળ્યું?

ફેક્ટ ચેકમાં એ સ્પષ્ટ થયું હતું કે વીડિયો અંગે કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે નકલી છે. આનો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથે કોઈ સંબંધ નથી, આ વીડિયો જમ્મુ-કાશ્મીરના ઉરીનો છે, જ્યાં ગુજ્જર બકરવાલ સમુદાયના લોકોએ શપથ લીધા હતા. ગુજજર અને બકરવાલ સમુદાયના લોકોએ અનામત અંગેના કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં 'આદિવાસી બચાવો માર્ચ' કાઢી હતી, જેને PoKનું ગણાવીને શેર કરવામાં આવી રહ્યો છે.

Disclaimer: This story was originally published by Boom, and translated by ABP Asmita as part of the Shakti Collective.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget