શોધખોળ કરો

Fuel Price Hike: પાકિસ્તાનમાં ફૂટ્યો મોંઘવારીનો બોમ્બ, આજથી પેટ્રોલ અને ડીઝલ 30 રૂપિયા મોંઘુ, ઈમરાને સરકારને ઘેરી અને ભારતના કર્યા વખાણ

મરાન ખાને ફરી એકવાર ભારતના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે અમેરિકાના વ્યૂહાત્મક સહયોગી રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને ઈંધણના ભાવમાં 25 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં સફળ રહ્યા છે.

Imran Khan Slams Pak Govt Over Fuel Price Hike: પાકિસ્તાનમાં રાજકીય અને આર્થિક સંકટ વચ્ચે, પેટ્રોલિયમ ઉત્પાદનોમાં 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં હવે જનતાએ પેટ્રોલ માટે 179.86 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ માટે 174.15 રૂપિયા પ્રતિ લિટર ચૂકવવા પડશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને શહેબાઝ શરીફ સરકારને ઘેરી છે. તેમણે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારને સંવેદનહીન ગણાવી છે.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 30 રૂપિયાનો વધારો કર્યા બાદ શાહબાઝ શરીફ સરકારની ટીકા કરી છે. સરકારની ટીકા કરતા ઈમરાને કહ્યું કે આ "સંવેદનહીન સરકારે" પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટી દ્વારા રશિયા સાથે 30 ટકા સસ્તા તેલ માટે કરેલા સોદાને આગળ વધાર્યો નથી.

ઈમરાનનો શાહબાઝ પર હુમલો અને ભારતના વખાણ

આ સાથે ઈમરાન ખાને ફરી એકવાર ભારતના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે અમેરિકાના વ્યૂહાત્મક સહયોગી રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને ઈંધણના ભાવમાં 25 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં સફળ રહ્યા છે. ઈમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 30 રૂપિયાના વધારા સાથે દેશની જનતા આયાતી સરકારને વિદેશી આકાઓને તાબે થવાની કિંમત ચૂકવી રહી છે.

પાકિસ્તાન સરકાર સંવેદનહીન - ઈમરાન

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને કહ્યું કે આ એક જ વારમાં સૌથી મોટો વધારો છે. અસમર્થ અને અસંવેદનશીલ સરકારે રશિયા સાથેના અમારા સોદાને આગળ ધપાવ્યો નથી. જણાવી દઈએ કે પાકિસ્તાનના નાણા મંત્રી મિફતાહ ઈસ્માઈલે ઈસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કિંમતોને લઈને જાહેરાત કરી હતી, જ્યાં તેમણે કહ્યું હતું કે સરકાર પાસે કિંમતો વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું હતું કે આપણે ટીકાનો સામનો કરવો પડશે પરંતુ દેશનું હિત આપણા માટે મહત્વપૂર્ણ છે અને તેને બચાવવું આપણા માટે જરૂરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?

Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી

Embed widget