શોધખોળ કરો

Kuno National Park: આફ્રિકાથી ફરી ભારત લાવવામાં આવશે વધુ 14 ચિત્તા, નામીબિયા સરકાર સાથે થયા કરાર

તાજેતરમાં નામિબિયામાંથી આઠ ચિત્તાઓને ભારત લાવવામાં આવ્યા હતા

આફ્રિકાથી ટૂંક સમયમાં વધુ 12 થી 14 ચિત્તા ભારતમાં લાવવામાં આવશે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્યસભામાં આ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આફ્રિકાથી 12 થી 14 ચિત્તા ભારતમાં લાવવામાં આવશે. આ માટે ભારત સરકારે નામિબિયા સરકાર સાથે કરાર પણ કર્યો છે.

તાજેતરમાં નામિબિયામાંથી આઠ ચિત્તાઓને ભારત લાવવામાં આવ્યા હતા અને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા. તેમાં 5 માદા અને 3 નર સામેલ છે. કુનોમાં સારી રીતે સ્થાયી થયા પછી ચિત્તાઓએ પણ ત્યાં શિકાર કરવાનું શરૂ કર્યું છે.

સંસદમાં માહિતી આપતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પ્રોજેક્ટ ટાઈગર હેઠળ ચિત્તાઓને ભારત પરત લાવવા માટે 38.7 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ 2021/22 થી શરૂ થશે અને 2025/26 સુધી ચાલશે.

વધુ માહિતી આપતા અશ્વિની કુમાર ચૌબેએ જણાવ્યું હતું કે કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલા 8 ચિત્તા સંપૂર્ણ રીતે ઠીક છે. તેના પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. તેઓને તેમના નવા ઘરમાં સારો અનુભવ મળે તેની ખાતરી કરવામા આવી રહી છે.

નામિબિયાથી લાવવામાં આવેલા તમામ ચિત્તાઓને થોડા સમય માટે ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. આ પછી તેને વાડામાં છોડી દેવામાં આવ્યા હતા. છેલ્લે 3 માદા ચિત્તાઓને ગયા મહિને જ મોટા વાડામાં ઘેરામાં મુક્ત કરવામાં આવ્યા હતા. કુનોના ફિલ્ડ ડાયરેક્ટર ઉત્તમ શર્માએ જણાવ્યું કે હવે તમામ ચિત્તા સંવાદિતા સ્થાપિત કરશે અને જંગલમાં પેટ ભરવા માટે ચિત્તા પણ શિકાર કરશે.

ઉત્તમ શર્માએ જણાવ્યું કે નર ચિત્તા શિકારની આદત બની ગયા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટૂંક સમયમાં માદા ચિત્તા પણ તેમાં નિપુણતા મેળવશે. ચાર હાઈ-રિઝોલ્યુશન કેમેરા દ્વારા ચિત્તાઓ પર નજર રાખવામાં આવશે. 16 ફોરેસ્ટ ગાર્ડની ટીમ તેમની દેખરેખ કરશે. દરેક ચિત્તા પર નજર રાખવા માટે 2 ફોરેસ્ટ ગાર્ડ તૈનાત કરવામાં આવશે. સુરક્ષા માટે સ્નિફર ડોગ પણ લગાવવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget