શોધખોળ કરો

Russia Ukraine War : પોલેન્ડમાં ભારતીયોની વ્હારે આવ્યો ગુજરાતી યુવક, જાણો વધુ વિગતો

આ દરમિયાન એક ખૂબ જ સારા સામાચાર સામે આવ્યા છે.  પોલેન્ડમાં ગુજરાતીઓની મદદ માટે ગૃહાંગ પટેલ આગળ આવ્યા છે.

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. ભારતે મિશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ભારત સરકારે યુક્રેનથી આવતાં લોકો માટે એડવાઇઝરી બહાર પાડી છે.  આ દરમિયાન એક ખૂબ જ સારા સામાચાર સામે આવ્યા છે.  પોલેન્ડમાં ગુજરાતીઓની મદદ માટે ગૃહાંગ પટેલ આગળ આવ્યા છે. તેમણે બનતી તમામ મદદ કરવાનું કહ્યું છે. ગૃહાંગ પટેલે પોતાના મોબાઈલ નંબર પણ જાહેર કર્યા છે. ભારતીયોને કોઈપણ મદદની જરુર હોય તો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. ગૃહાંગ પટેલે કહ્યું અત્યાર સુધીમાં 200થી વધારે ફોન આવી ચૂક્યા છે. ગૃહાંગ પટેલે પોતાના મોબાઈલ નંબર +48729663296 પણ જાહેર કર્યા છે.

પોલેન્ડમાં રહેનારા અન્ય  ગુજરાતીઓએ પણ ગૃહાંગ પટેલ સાથે મળી મદદની પહેલ કરી છે. પોલેન્ડમાં રહેનારા ગુજરાતીઓએ યૂક્રેનથી આવતા ભારતીય માટે મદદ માટે આગળ આવ્યા છે. ગૃહાંગ પટેલે જણાવ્યું કે 10 દિવસ સુધીની વ્યવસ્થા પ્રમાણેની તૈયારીઓ કરવામાં આવી છે. પોલેન્ડમાં રહેતી ગુજરાતી મહિલાઓ યૂક્રેનથી આવતા ભારતીય માટે રસોઈ તૈયાર કરે છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક નવી એડવાઈઝરી જારી કરી

રશિયા-યુક્રેન યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. ભારતે મિશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ભારત સરકારે યુક્રેનથી આવતાં લોકો માટે એડવાઇઝરી બહાર પાડી છે.

 ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે યુક્રેનના સંકટ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક નવી એડવાઈઝરી જારી કરી છે. જે મુજબ યુક્રેનથી બહાર કાઢવામાં આવેલા ભારતીય નાગરિકોને વિદેશી પ્રવાસીઓને લાગુ પડતા કોવિડ પ્રોટોકોલમાંથી મુક્તિ આપવામાં આવી છે.

યુક્રેન દ્વારા ભારતીયોને પોલેન્ડ બોર્ડર પર લાવવા માટે આજથી 10 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસો દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પોલેન્ડ બોર્ડર પર લાવવામાં આવશે. જે બાદ તેમને ત્યાંથી એરક્રાફ્ટ દ્વારા ભારત લાવવામાં આવશે. ભારતમાંથી એર ઈન્ડિયાની ફ્લાઈટ સતત ભારતીયોના બચાવ કાર્યમાં લાગેલી છે. આ બસોને યુક્રેનની શેહીની બોર્ડર પર લગાવવામાં આવી છે.

બધી મદદ મફતમાં

દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે આજથી શેહિની બોર્ડર પર 10 બસો દોડાવવામાં આવશે, જેમાંથી ભારતીય લોકોને યુક્રેનમાંથી બહાર કાઢીને પોલેન્ડ લાવવામાં આવશે. 10 બસો દોડાવવાથી શેહિની બોર્ડર પર ભીડ ઓછી કરવામાં પણ મદદ મળશે. સાથે જ કડકડતી ઠંડીથી પણ રક્ષણ મળશે. પોલેન્ડમાં દૂતાવાસ દ્વારા ભારતીયોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે. આ સહાય ભારત સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે.

કંટ્રોલ રૂમ નંબર જારી કર્યો

ભારતીય દૂતાવાસે કંટ્રોલ રૂમના નંબર પણ જાહેર કર્યા છે. જે લોકો યુક્રેન છોડીને બસ દ્વારા પોલેન્ડ બોર્ડર પર આવવા માંગતા હોય તેઓ આ નંબરો પર અગાઉથી ફોન કરીને માહિતી આપી શકે છે.

+48225400000 (લેન્ડલાઇન)

+48795850877 (વોટ્સએપ)

+48792712511 (વોટ્સએપ)

યુક્રેન પર સતત રશિયન હુમલો ચાલુ છે,  બંને દેશોની સેના આમને-સામને છે. આ દરમિયાન સમજૂતીની વાતો પણ થઈ રહી છે. પરંતુ અત્યારે રશિયા હુમલો રોકવા તૈયાર નથી. રશિયાના આ હુમલામાં અત્યાર સુધીમાં અનેક સામાન્ય લોકોના જીવ ગયા છે. હવે યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ વતી કેટલાક આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોના મોત થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget