શોધખોળ કરો
Advertisement
અમેરિકાની એજન્સી FBIના ટોપ-10 મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં વિરમગામના યુવકનું નામ, પત્નીની કૂરતાપૂર્વક કરી હતી હત્યા
અમેરિકા અને ભારતમાં એક સાથે કરવામાં આવતી આ સૌથી મોટી શોધ છે. અમેરિકા સિવાય ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ તેની તપાસ ચાલી રહી છે. અમેરિકામાં ભદ્રેશના ગુજરાતી અને મરાઠીમાં પોસ્ટર છપાવી શોધખોળ ચાલુ છે.
ફ્લોરિડાઃ અમેરિકાના એજન્સી ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) ગુજરાતના વિરમગામના ભાગેડુ ભદ્રેશકુમાર પટેલને છેલ્લા ચાર વર્ષથી શોધી રહી છે. અમેરિકા અને ભારતમાં એક સાથે કરવામાં આવતી આ સૌથી મોટી શોધ છે. અમેરિકા સિવાય ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ તેની તપાસ ચાલી રહી છે. અમેરિકામાં ભદ્રેશના ગુજરાતી અને મરાઠીમાં પોસ્ટર છપાવી શોધખોળ ચાલુ છે. વિરમગામાનો રહેવાસી ભદ્રેશ પટેલ એફબીઆઈના 10 ભાગેડુની યાદીમાં સામેલ છે અને તેના પર એક લાખ ડોલરનું ઈનામ છે.
એફબીઆઈના જણાવ્યા મુજબ, પટેલ કોલ્ડ-બ્લડેડ મર્ડર અને અત્યંત ખતરનાક અપરાધી છે. તેણે મેરીલેંડ સ્થિત હેનોવરના ડંકિન ડોનેટ સ્ટોરમાં ખૂબ જઘાતકી રીતે પોતાની પત્નીની હત્યા કરી દીધી હતી. જોકે 10 ભાગેડુની યાદી સતત બદલાવી રહે છે અને ભદ્રેશ પટેલ સતત ઠેકાણા બદલતો રહે છે. પરંતુ તેનું નામ સતત યાદીમાં રહે છે. પટેલનું નામ પ્રથમ વખત 2017માં આ યાદીમાં સામેલ થયું હતું.
એફબીઆઈના અધિકારીએ જણાવ્યું કે, પટેલની પત્ની જવાન હતી અને તેની ઘણી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. અમે હત્યારાને શોધી રહ્યા છે. પલક 21 વર્ષની હતી અને પટેલની ઉંમર તે સમયે 24 વર્ષ હતી. બંને ડંકિન ડોનેટ્સના સ્ટોરમાં નાઇટ શિફ્ટમાં કામ કરતા હતા. સ્ટોરમાંથી મળેલા સીસીટીવી ફૂટેજ મુજબ ભદ્રેશ અને પલક રેકની પાછળથી ગાયબ થતા પહેલા સાથે ચાલી રહ્યા હતા. થોડી ક્ષમ બાદ પટેલ પુનઃ આવે છે. તે કિચન ઓવન બંધ કરે છે અને સ્ટોરમાંથી કંઈ થયું ન હોય તે રીતે બહાર નીકળી જાય છે. તેના ચહેરાના હાવભાવ પણ નોર્મલ હતા.
એફબીઆઈની તપાસમાં ખુલાસો થયો કે, એપ્રિલ 2015માં પલકની બોડી પર ચપ્પુના અનેક ઘા ઝીંકેલા હતા. ક્રૂરતાપૂર્વક હત્યા કર્યા બાદ પટેલ સ્ટોરમાંથી ભાગીને તેના એપાર્ટમેન્ટમાં આવી ગયો હતો. જેમાંથી કેટલોક અંગત સામાન લઇને કેબ ભાડા પર કરીને નેવાર્ક સ્થિત એરપોર્ટ નજીક હોટલમાં ચાલ્યો ગયો હતો. જ્યાંથી તેની કોઈ ભાળ મળી નથી.
કોહલી બાંગ્લાદેશ સામે T-20 શ્રેણીમાં નહીં રમે ? જાણો કોને મળી શકે છે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ
ગુજરાતના કયા વિસ્તારમાં અચાનક જોવા મળ્યો વાતાવરણમાં પલટો? વરસાદ થાય તેવા એંધાણ ? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
લાઇફસ્ટાઇલ
સુરત
અમદાવાદ
Advertisement