શોધખોળ કરો
Advertisement
ભારત-પાકિસ્તાન તણાવને લઈ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
વોશિંગ્ટનઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને લઇ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે ભારત અને પાકિસ્તાનના મામલે સારા સમાચાર આવશે. દાયકાઓથી ચાલ્યો આવતો તણાવ જલદી ખતમ થઈ જશે તેવી આશા છે.
ટ્રમ્પ પ્રશાસને પાકિસ્તાનને જણાવ્યું છે કે પોતાની ધરતી પર હજુ પણ સક્રિય આતંકીઓનો ખાતમો કરે. આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન એવી આશા રાખીને બેઠું હતું કે ટ્રમ્પ પ્રશાસન હવાઇ હુમલા બદલ ભારત વિરુદ્ધ નિવેદન કરશે. પરંતુ પાકિસ્તાનની આ આશા પર પાણી ફરી વળ્યું છે. આ અગાઉ પાક.ના વિદેશ પ્રધાન શાહ મોહંમદ કુરેશીએ અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો સાથે આ મુદ્દે વાત પણ કરી હતી. તેમણે પણ પાકનાં વિદેશ મંત્રીને કડક શબ્દોમાં સમજાવ્યાં હતાં.
પાકિસ્તાનના સરકારી રેડિયો પાકિસ્તાનના અહેવાલ અનુસાર કુરેશીએ પોમ્પિયો સાથે ટેલિફોન પર થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત પોતાનો રાજકીય હેતુ સાધવા અને ચૂંટણી માટે દિક્ષણ એશિયાની શાંતિને ખતરામાં મૂકી રહ્યું છે. યુદ્ધ કેદી સાથે કેવું વર્તન કરવું પડે? જિનિવા સંધિ શું છે? જુઓ વીડિયોUS Pres Donald Trump: I think reasonably attractive news from Pakistan and India, they have been going at it and we have been involved and have them stop, we have some reasonably decent news,hopefully its going to be coming to an end, going on for a long time,decades and decades pic.twitter.com/7q5CrMWLsj
— ANI (@ANI) February 28, 2019
ભારતે તોડી પાડેલા F-16 વિમાનનો કાટમાળ POKમાંથી મળી આવ્યો, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion