શોધખોળ કરો
Advertisement
ઇમરાન ખાને ફરી આપી યુદ્ધની ધમકી, કહ્યું- ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયુ તો આખી દુનિયાને........
ઇમરાને કહ્યું કે, ભારત અને પાકિસ્તાન બન્ને પરમાણુ શક્તિ સંપન્ન દેશો છે, જો યુદ્ધ થયુ તો આનાથી આખી દુનિયામાં ખતરનાક પરિણામ આવશે
નવી દિલ્હીઃ કાશ્મીર મુદ્દા પર આખી દુનિયામાં બેકફૂટ પર આવી ગયેલા પાકિસ્તાને ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની વાત કહી છે. પાકિસ્તાને ફરી યુદ્ધની ધમકી આપતા કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થશે તો આખી દુનિયાને તેની અસર થશે.
ઇમરાને કહ્યું કે, ભારત અને પાકિસ્તાન બન્ને પરમાણુ શક્તિ સંપન્ન દેશો છે, જો યુદ્ધ થયુ તો માત્ર બે દેશો સુધી જ સીમિત નહીં રહે, આનાથી આખી દુનિયામાં ખતરનાક પરિણામ આવશે.
ઇસ્લામિક સોસાયટી ઓફ નોર્થ અમેરિકા (આઇએસએનએ)ને વીડિયો કૉલ દ્વારા સંબોધિત કરતાં પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને કહ્યું કે કાશ્મીર મુદ્દે અમે આખી દુનિયાને અવગત કરાવી છે. વૈશ્વિક નેતાઓને કાશ્મીર મુદ્દે બધી ખબર છે. હવે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો આખી દુનિયાને અસર થશે, કેમકે બન્ને દેશો પરમાણુ સંપન્ન શક્તિ વાળા છે.
નોંધનીય છે કે, 5મી ઓગસ્ટે કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને રદ્દ કરીને કાશ્મીરને ભારત સાથે ભેળવી દીધુ હતુ. આ સાથે જ પાકિસ્તાન ગભરાઇ ગયુ અને વારંવાર ભારતને યુદ્ધની ધમકી આપવા લાગ્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement