Covid-19 In China: ચીનમાં કોરોનાની ગંભીરતાને જોતા સિનિયર સિટિઝનના વેક્સિનેશ પર મૂકાયો ભાર
ચીનમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વાયરસ કંટ્રોલ પ્રોટોકોલની 10મી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે.
Covid-19 In China: ચીનમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દેશની સ્ટેટ કાઉન્સિલે વાયરસ નિયંત્રણ પ્રોટોકોલની 10મી આવૃત્તિ બહાર પાડી છે. જેમાં નવી યોજનામાં મ્યુટેટેડ વિરિયન્ટનું નિરીક્ષણ અને પ્રારંભિક ચેતવણીની સાથે સાથે ગંભીર કેસો થતાં અટકાવવા અને સમૂહની સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો છે.. નવી યોજનામાં મ્યુટેટેડ વિરિયન્ટનું નિરીક્ષણ અને પ્રારંભિક ચેતવણીની સાથે સાથે ગંભીર કેસો થતાં અટકાવવા અને સમૂહની સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો છે.
રસીકરણને વધારવા પર મૂકાયો ભાર
આ નવી આવૃત્તિ એપિડેમિક મેનેજમેન્ટને વર્ગ A થી વર્ગ Bમાં ડાઉનગ્રેડ કરવાના નિર્ણય અનુસાર જારી કરવામાં આવી છે. આ સાથે, તે રસીકરણ અને સ્વ-રક્ષણ વધારવા માટે કહે છે. આ 10મી આવૃત્તિ નવા વેરિયન્ટ નિરીક્ષણ રાખવો અને નેશનલ ઈન્ફ્લુએન્ઝા સર્વેલન્સ નેટવર્કના ઉપયોગ પર પણ ભાર મૂકે છે. અને નેશનલ ઈન્ફલ્યુએન્ઝા સર્વેલન્સ નેટવર્ક મુજબ, ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અને ગંભીર એક્યુટ રેસ્પિરેટરી ઈન્ફેક્શન (SARI) સર્વેલન્સ માટે 554 રાષ્ટ્રીય ઈન્ફલ્યુએન્ઝા મોનિટર સેન્ટિનલ હોસ્પિટલો જરૂરી છે.
Covid-19 In China LIVE Update: કોરોનાના નવા કેસની માહિતી 24 કલાકની અંદર આપવાની રહેશે
નવી યોજનામાં કહેવામાં આવ્યું છે કે, વાયરસના મ્યુટેટેડને ટ્રેસ કરવા માટે, હોસ્પિટલોમાં બહારના દર્દીઓ, ઇમરજન્સી અને ગંભીર કેસ અને મૃત્યુના નમૂના એકત્રિત કરવાની જરૂર પડશે. તેના પરિણામો વિશેની માહિતી ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીને આપવાની રહેશે. આ ઉપરાંત, તબીબી સંસ્થાઓએ ચાઇના સીડીસી દ્વારા સંચાલિત ડાયરેક્ટ ઓનલાઈન રિપોર્ટિંગ સિસ્ટમને 24 કલાકની અંદર નવા કોરોના કેસના અહેવાલો સબમિટ કરવાના રહેશે. અગાઉના પ્રોટોકોલ મુજબ, આ કેસોની જાણ બે કલાકમાં કરવાની હતી.
Covid-19 In China LIVE Update: વૃદ્ધોની રસીકરણ પર વધુ ભાર મૂકાશે
નવી યોજના રોગ નિયંત્રણ વિભાગોને સમયસર સંક્રમણની તપાસ કરવાનું સૂચવે છે. ઉપરાંત , નવા સંસ્કરણમાં વૃદ્ધોમાં રસીકરણને ઝડપી બનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં રસીના બે ડોઝ અને બૂસ્ટર શોટ આપવા પર ભાર મૂકાશે.
વિદેશી પ્રવાસીઓ માટે ક્વોરેન્ટાઇન સમાપ્ત
ગયા મહિને સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ ચીનના લોકોએ વિદેશ પ્રવાસની યોજના શરૂ કરી હતી. જો કે, ઘણા દેશોએ ચીનથી આવતા મુસાફરો પર નિયંત્રણો લાદી દીધા છે કારણ કે ચીનમાં કોરોના ખૂબ જ ખરાબ સ્થિતિમાં પહોંચી ગયો છે. અગાઉ, શનિવારે (7 જાન્યુઆરી) ચીનની સરકારે કોવિડ સંબંધિત કેસોમાં અટકાયતમાં લેવામાં આવેલા લોકોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
ચીનમાં કોરોનાથી આક્રોશ
જણાવી દઈએ કે ચીનમાં કોરોનાના કારણે હાહાકાર મચી ગયો છે. 40 ટકા વસ્તી કોરોનાથી સંક્રમિત છે. દરરોજ ચેપના એટલા બધા કેસો સામે આવી રહ્યા છે કે હોસ્પિટલોમાં બેડની અછત છે. કોરોનાને કારણે લાખો લોકોના મોત થયા છે, પરંતુ કોઈ સચોટ માહિતી નથી કારણ કે ચીન સાચો આંકડો રજૂ કરતું નથી. કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે ત્યાંનું આરોગ્ય તંત્ર ભાંગી પડ્યું છે. કોરોના વેક્સીનને લઈને સંકટ યથાવત છે. મોટાભાગના યુવાનો જાણીજોઈને પોતાને ચેપ લગાડે છે જેથી તેમના શરીરમાં એન્ટિબોડીઝ રહે અને તેમને હરવા-ફરવામાં કોઈ તકલીફ ન પડે.