શોધખોળ કરો

Indepandance Day 2022: ઓસ્ટ્રેલિયાની ધરતી પર ગુંજ્યા ભારત માતા કી જયના નારા, કીર્તિદાન ગઢવીએ બોલાવી રમઝટ

Indepandance Day 2022: ભારતની આઝાદીના 75 વર્ષ નિમિતે દેશભરમાં કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જો કે ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જ્યાં જ્યાં ભારતીયો વશે છે ત્યાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે.

Indepandance Day 2022: ભારતની આઝાદીના 75 વર્ષ નિમિતે દેશભરમાં કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જો કે ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જ્યાં જ્યાં ભારતીયો વશે છે ત્યાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવામાં આવી રહ્યો છે. વિદેશની ધરતી પર ગુજરાતીઓ દેશભક્તિના રંગે રંગાયા હતા. ઓસ્ટ્રેલિયામા જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીના સૂર સાથે રાષ્ટ્રપ્રેમમાં સૌ મુગ્ધ બન્યા હતા. દિલ દિયા હૈ, જાન ભી દેંગે એ વતન તેરે લિયે. સહીત દેશભક્તિના સૂર સાથે લોકોએ ગરબા લીધા હતા. કીર્તિદાન ગઢવી ઓસ્ટ્રેલિયા પ્રિ નવરાત્રી મહોત્સવનો આઝાદીના અમૃત મહોત્સવથી  પ્રારંભ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર આન બાન અને શાન સાથે હાથમાં તિરંગો લઇ લોકો ભારત માતાના જયઘોષ સાથે ઝુમી ઉઠ્યા હતા.

 ઉકાઈ ડેમ ખાતે લહેરાયો તિરંગો

 દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે. ઉકાઈ ડેમ ખાતે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. ડ્રોન વીડિયો સામે આવતા ઉકાઈ ડેમનું નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યું હતું. હાલમાં ઉકાઈ ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. હાલ ડેમ ની સપાટી 335.28 ફૂટ પર પહોંચી છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 1 લાખ 28 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ તાપી નદીમાં 1 લાખ 28 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

આ 5 શ્રેષ્ઠ યોજનાનો દરેક વર્ગને મળ્યો ફાયદો

સંકલિત બાળ વિકાસ સેવાઓ (1975)

ઈન્દિરા ગાંધીના સમયમાં ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન દ્વારા આ યોજના લાવવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય આંગણવાડી કેન્દ્રોમાં નવજાત બાળકોની નોંધણી અને રસીકરણ કરીને 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને તેમની માતાઓમાં કુપોષણ અને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવાનો છે. આ યોજના મોટા પાયે લાગુ કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (2000)

નરેગા/મનરેગા (2005 અને 2009)

2005માં દરેક હાથે રોજગારીના વિચાર સાથે NREGAની શરૂઆત કરવામાં આવી હતી. 2 ઓક્ટોબર 2009ના રોજ, તેનું નામ બદલીને 'મહાત્મા ગાંધી'ના નામ પર મનરેગા રાખવામાં આવ્યું. આ એક ખૂબ જ ઐતિહાસિક યોજના છે, જે ગ્રામીણ ભારતમાં ગરીબીનો અંત લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેના દ્વારા કરોડો લોકોને રોજગારી આપવામાં આવી. સરકાર દ્વારા આ યોજના પર ઘણું ધ્યાન આપવામાં આવે છે. 2022 માં ભારત સરકારે મનરેગા હેઠળ 73 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી.

જન ધન યોજના (2014)

15 ઓગસ્ટ 2014ના રોજ આર્થિક સમાવેશના વિચાર સાથે જન ધન યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ મોદી સરકારની મહત્વકાંક્ષી યોજના છે. આ દ્વારા લોકોના ખાતા ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવ્યા હતા. જેનો ઘણો ફાયદો થયો. મનરેગાની રકમ સહિત લોકોને સબસિડી અને અન્ય તમામ પ્રકારની સરકારી ચૂકવણી તેમના ખાતામાં થવા લાગી. આનાથી ભ્રષ્ટાચાર પર અંકુશ આવ્યો.

આયુષ્માન ભારત યોજના (2018)

આ યોજના દ્વારા ગરીબ અને નબળા પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની મફત આરોગ્ય યોજનાનો લાભ આપવામાં આવે છે. આ અંતર્ગત 10 કરોડ પરિવારો (લગભગ 50 કરોડ લાભાર્થીઓ) લાભ મેળવી રહ્યા છે. આ યોજનાની વિશ્વભરમાં પ્રશંસા થઈ હતી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂCar structed in Flooded river of Dhoraji RajkotGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Embed widget