US Green Card: અમેરિકા જવા માંગતા ભારતીયો માટે શું છે સારા સમાચાર ? જાણીને થઈ જશો ખુશ
US Visa: એચ-1બી વિઝા અમેરિકાના નોન ઈમિગ્રન્ટ વિઝા છે. જેનો ઉપયોગ અમેરિકન કંપનીઓ મોટાભાગે આઉટ સોર્સિંગ માટે કરતી હોય છે. એ વિઝા કેટેગરી અંતર્ગત અસંખ્ય ભારતીયો અમેરિકામાં નોકરી માટે જતા હોય છે.
USA Visa: અમેરિકા જવા માંગતા ભારતીયો માટે સારા સમાચાર છે. અમેરિકાના ગૃહ મંત્રાલયે વિઝા પૉલિસીમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 2023થી લાગુ પડનારી આ નવી વિઝાનીતિથી ભારતીય આઈટી નિષ્ણાતો સહિત અસંખ્ય વિદેશીઓને ફાયદો થશે. નવી વિઝા નીતિ પ્રમાણે અમેરિકાનું ગ્રીન મેળવવું વધારે સરળ બનશે. એચ-1બી વિઝાધારક કર્મચારીઓ પણ ગ્રીન કાર્ડનું ફોર્મ ભરી શકશે.
ક્યારથી થશે લાગુ
એચ-1બી વિઝા ધારકો માટે હવે ગ્રીન કાર્ડ મેળવવાનું આસાન થઈ જશે. 2021ના ડિસેમ્બરમાં જે પ્રસ્તાવ રજૂ થયો હતો તે હવે 2023માં લાગુ પડશે. ગૃહ મંત્રાલયે રજૂ કરેલા પ્રસ્તાવ પ્રમાણે ભારત સહિતના વિદેશી નિષ્ણાતો માટે અમેરિકા આવવાનું વધુ સરળ બનશે. સ્ટાર્ટઅપ કંપનીઓ વિદેશી નિષ્ણાતોને સરળતાથી નોકરીએ રાખી શકે એવી ખાસ જોગવાઈ કરવામાં આવી છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કાર્યકાળ દરમિયાન એચ-1બી વિઝા પૉલિસીને કડક બનાવી હતી, પરંતુ વર્તમાન પ્રમુખ જો બાઈડને તેને હળવી બનાવવાનો ચૂંટણીમાં વાયદો કર્યો હતો. એ પ્રમાણે હવે એચ-૧બી વિઝા પૉલિસીને મોર્ડન બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરાયા છે.
કોને થશે સૌથી વધુ લાભ
એચ-1બી વિઝા અમેરિકાના નોન ઈમિગ્રન્ટ વિઝા છે. જેનો ઉપયોગ અમેરિકન કંપનીઓ મોટાભાગે આઉટ સોર્સિંગ માટે કરતી હોય છે. એ વિઝા કેટેગરી અંતર્ગત અસંખ્ય ભારતીયો અમેરિકામાં નોકરી માટે જતા હોય છે. એમાં કોઈ ફેરફાર થાય તો ભારતના આઈટી સેક્ટરના નિષ્ણાતોને તેની તુરંત અસર થાય છે. હવે એ વિઝા કેટેગરીના નિયમો હળવા થઈ રહ્યા હોવાથી ભારતના નિષ્ણાતોને તેની વ્યાપક અસર થશે. ભારતીયો આ વિઝા કેટેગરીમાં સરળતાથી અમેરિકા જઈ શકશે. એમાં સૌથી મહત્વનો ફેરફાર સ્ટાર્ટઅપ કંપનીઓને લગતો છે. અમેરિકન સ્ટાર્ટઅપ કંપનીઓ વિદેશીઓને નોકરીએ રાખી શકશે. એમાં ભારતીયોને અમેરિકામાં જઈને નોકરી કરવાની તક વધશે. તે ઉપરાંત ગ્રીનકાર્ડ માટે પણ એચ-1બી વિઝાધારકને અરજી કરવાની તક મળશે. ગ્રીન કાર્ડ આપવાનો સમયગાળો ઘટાડવાની દરખાસ્ત પણ અમેરિકન ગૃહ મંત્રાલયે મૂકી છે. આ નવી પૉલિસી મે-2023થી લાગુ પડશે.