શોધખોળ કરો

'મારી જોડે રહીને બાળકો પેદા કર', રિંગ આપીને હમાસના આતંકીએ કર્યું હતું પ્રપોઝ

ઈઝરાયલની એક મહિલાએ ખુલાસો કર્યો હતો કે હમાસનો એક આતંકવાદી તેની સાથે લગ્ન કરવા માંગતો હતો

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈઝરાયલની એક મહિલાએ ખુલાસો કર્યો હતો કે હમાસનો એક આતંકવાદી તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર, 18 વર્ષની નોગા વીસને (Noga Weiss) ગયા વર્ષે ગાઝામાં 50 દિવસ સુધી બંધક બનાવીને રાખવામાં આવી હતી. બાદમાં તેને એક કરાર હેઠળ મુક્ત કરવામાં આવી હતી.

' મારા બાળકોને જન્મ આપીશ?'

નોગા વીસે દાવો કર્યો હતો કે બંધક બનાવનારામાંથી એક અપહરણકર્તાએ તેને રિંગ આપીને પ્રપોઝ કર્યું હતું અને પૂછ્યું હતું કે શું તે ગાઝામાં હંમેશા માટે રહેશે અને તેના બાળકોને જન્મ આપીશ? નોગાએ જણાવ્યું કે તેણે લગ્ન કરવા માટે તેની ગુમ થયેલી માતા સાથે મુલાકાત કરાવી હતી.

ટાઈમ્સ ઓફ ઈઝરાયલને તેણે કહ્યું હતુ કે તેણે એક ઈન્ટરવ્યૂ દરમિયાન આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે હું 14 દિવસ સુધી કેદમાં રહી હતી જ્યારે તેણે મને એક વીંટી આપી અને કહ્યું કે, 'બધાને છોડી દેવામાં આવશે, પરંતુ તું અહીં મારી સાથે રહીશ અને મારા બાળકોને જન્મ આપજે.

'પ્રપોઝલ સાંભળીને તે હસવા લાગી જેથી...'

જ્યારે નોગાને પૂછવામાં આવ્યું કે તેણે પ્રપોઝનો શું જવાબ આપ્યો હતો? તેણે કહ્યું- 'મેં હસવાનો ડોળ કર્યો જેથી તે મારા માથામાં ગોળી ના મારે'.  તેણે વધુમાં જણાવ્યું હતું કે નોગાએ શરૂઆતમાં શાંતિથી પ્રપોઝને નકારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં તેણે આતંકવાદી પર બૂમો પાડી હતી.

નોંધનીય છે કે સાત ઓક્ટોબરના રોજ હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. નોગાના પિતા 56-વર્ષીય ઇલાન ઇમરજન્સી સ્ક્વોડમાં સામેલ થવા રવાના થયા હતા. જો કે, તે ક્યારેય પાછા ફર્યા નથી. તે હુમલા દરમિયાન માર્યા ગયા હતા અને તેમના મૃતદેહને ગાઝામાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે હમાસના આતંકવાદીઓએ તેમના દરવાજા પર ફાયરિંગ કર્યું હતું. હમાસના આતંકીઓ તેની માતા શિરીને સાથે લઇ ગયા હતા

ઘરમાં આગ લાગતા બહાર આવવું પડ્યું

નોગાએ આગળ કહ્યું- જ્યારે તેઓ માતાને બહાર લઈ ગયા ત્યારે મેં ફાયરિંગનો અવાજ સાંભળ્યો. મને લાગ્યું કે તેની હત્યા કરવામાં આવી છે, પરંતુ તે જીવિત છે. જેમ જેમ આતંકવાદીઓ ઘરોને આગ લગાવી રહ્યા હતા, નોગાને છૂપાવવાના પ્રયત્નો છતાં તેને ઘર છોડવું પડ્યું, આખરે તેને બંધક બનાવવામાં આવી હતી.

'50 દિવસ સુધી અલગ-અલગ ઘરમાં રાખવામાં આવ્યા'

નોગાએ કહ્યું હતું કે  'લગભગ 40 આતંકવાદીઓએ મને ઘેરી લીધી અને તેઓએ મારા હાથ બાંધી દીધા.જ્યારે તેઓ મને લઈ જઈ રહ્યા હતા ત્યારે મેં કિબુત્ઝમાં જે લોકોના મૃતદેહ જોયા હતા, થોડીવાર પછી તેઓ મને કારમાં બેસાડી અને દૂર લઈ ગયા હતા. મને હિજાબ પહેરવાની ફરજ પાડવામાં આવતી અને અપહરણકર્તાઓના હાથ પકડવાનું કહેવામાં આવતું જેથી લોકો વિચારે કે તેઓ પરિણીત છે.

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક કાર્યક્રમ વચ્ચે ડાન્સ કરવાનું કેમ કર્યું શરૂ, વીડિયો વાયરલ
ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક કાર્યક્રમ વચ્ચે ડાન્સ કરવાનું કેમ કર્યું શરૂ, વીડિયો વાયરલ
ન્યૂ જર્સીમાં રચાશે ઈતિહાસ, CM ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં અનોખા સમારોહનું થશે આયોજન
ન્યૂ જર્સીમાં રચાશે ઈતિહાસ, CM ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં અનોખા સમારોહનું થશે આયોજન
FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget