(Source: ECI/ABP News/ABP Majha)
Japan Earthquake: જાપાનના Hokkaido માં ભૂકંપના આંચકા અનુભવાયા, સુનામીની ચેતવણી નહી
Hokkaido ટાપુના પૂર્વ ભાગમાં શનિવારે (25 ફેબ્રુઆરી) સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા
Earthquake in Japan: જાપાનમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાપાનના Hokkaido ટાપુના પૂર્વ ભાગમાં શનિવારે (25 ફેબ્રુઆરી) સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી છે. યુએસજીસીના અધિકારીઓએ આ માહિતી આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપના કારણે સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
#BREAKING Magnitude 6.1 earthquake shakes Japan's Hokkaido: USGS pic.twitter.com/Y4MA7jloZt
— AFP News Agency (@AFP) February 25, 2023
જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપ સ્થાનિક સમય અનુસાર રાત્રે 10:27 કલાકે આવ્યો હતો. આ પહેલા 20 ફેબ્રુઆરીએ જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે તેની તીવ્રતા આજે એટલે કે શનિવાર (25 ફેબ્રુઆરી) કરતાં ઓછી હતી. તે દરમિયાન ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી હતી.
#UPDATE A magnitude 6.1 earthquake struck off Hokkaido in northern Japan on Saturday night, the United States Geological Survey said, shaking coastal cities, but no tsunami warning was issued.
— AFP News Agency (@AFP) February 25, 2023
તુર્કીયેમાં ધરતી ફરી ધ્રૂજી
બીજી તરફ તુર્કીયેમાં શનિવારે (25 ફેબ્રુઆરી) ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 માપવામાં આવી હતી. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું હતું કે, "ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. 6 ફેબ્રુઆરીએ તુર્કીયેમાં આવેલા ભૂકંપના 3 આફ્ટરશોક્સમાં લગભગ 48 હજાર લોકોના મોત થયા હતા.
અગાઉ ગઈકાલે એટલે કે શુક્રવારે (24 ફેબ્રુઆરી) પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં સવારે 6 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.9 માપવામાં આવી હતી.
#UPDATE The quake hit at 10:27 pm (1327 GMT) at a depth of around 43 kilometres (27 miles), the USGS said. An expert speaking on public broadcaster NHK warned residents to be vigilant against quakes for about a week.https://t.co/NMSsCltmD6
— AFP News Agency (@AFP) February 25, 2023
ઉત્તરાખંડમાં ભૂકંપનો મોટો ખતરો
નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોના મતે ઉત્તરાખંડમાં મોટા ભૂકંપનું જોખમ છે. જોકે તે ક્યારે આવશે તે સ્પષ્ટ નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દુનિયામાં એવી કોઈ ટેક્નોલોજી નથી જે કહી શકે કે ભૂકંપ ચોક્કસ સમયે આવશે.