Japan Earthquake: જાપાનમાં ભૂકંપ અને સુનામીની ચેતવણી બાદ ભારતીય દૂતાવાસે ઈમરજન્સી નંબર કર્યા જાહેર, જુઓ લિસ્ટ
Japan Earthquake News: ભૂકંપના આંચકા અનુભવાયા બાદ તરત જ જાપાન સરકારે સુનામીની ચેતવણી જારી કરી છે..
Japan Earthquak Updates: જાપાનના પશ્ચિમ વિસ્તારમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ તરત જ જાપાન સરકારે સુનામીની ચેતવણી જારી કરી છે. તેમણે ઇશિકાવા, નિગાતા, તોયામા અને યામાગાતા પ્રીફેક્ચરના લોકોને દરિયાકાંઠાના વિસ્તારો છોડી દેવાની અપીલ કરી હતી. જોકે, આ પછી તરત જ જાપાનમાં 5.7ની તીવ્રતાના બીજા ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
કુરિલ ટાપુઓમાં 6.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા બાદ માત્ર ત્રણ દિવસ પહેલા જ જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, પરંતુ આજે 1 જાન્યુઆરીએ ભૂકંપના આંચકા અનુભવાયા બાદ જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ સરકારને સૂચના આપી હતી. ભૂકંપ અને સુનામી પર નજર રાખી અને ખતરનાક પરિસ્થિતિ માટે તૈયાર રહેવા ચેતવણી આપી. બીજી તરફ, ભૂકંપના કારણે જાપાનના ભૂકંપ પ્રભાવિત વિસ્તારના લગભગ 36,000 ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.
"ભારત દૂતાવાસ, ટોક્યો, જાપાન ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર્સ એમ્બેસીએ 1 જાન્યુઆરી, 2024 ના રોજ ભૂકંપ અને સુનામીના સંબંધમાં કોઈપણ વ્યક્તિનો સંપર્ક કરવા માટે ઇમરજન્સી કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. નીચેના ઇમરજન્સી નંબરો અને ઇમેઇલ ID પર કોઈ પણ જાતની મદદ માટે સંપર્ક કરી શકાય છે.
- +81-80-3930-1715 (શ્રી યાકુબ ટોપનો)
- +81-70-1492-0049 (શ્રી અજય સેઠી)
- +81-80-3214-4734 (શ્રી ડી.એન. બરનવાલ)
- +81-80-6229-5382 (શ્રી એસ. ભટ્ટાચાર્ય)
- +81-80-3214-4722 (શ્રી વિવેક રાઠી),
આ ઉપરાંત ઈમેલ આઈડી પણ જાહેર કરવામાં આવ્યા છે. sscons.tokyo@mea.gov.in , offfseco.tokyo@mea.gov.in પર સંબંધિત સત્તાવાળાઓ નિયમિત સંપર્કમાં છે અને નાગરિકોને સ્થાનિક સરકારની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે.
Embassy of India in Japan issues emergency contact numbers for Indian citizens following a strong earthquake and tsunami warnings pic.twitter.com/Ge1zdp1kVP
— ANI (@ANI) January 1, 2024
ઉત્તર કોરિયા અને રશિયામાં સુનામીની ચેતવણી જારી, લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
સોમવારે મધ્ય જાપાનમાં આવેલા 7.6ની તીવ્રતાના ભૂકંપ બાદ જાપાન, ઉત્તર કોરિયા અને રશિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. ક્રેમલિને રશિયાના દૂર પૂર્વ વિસ્તારમાં સુનામીની ચેતવણીના અહેવાલોની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવા માટે સ્થળાંતર કામગીરી ચાલી રહી છે. અહેવાલો અનુસાર, પ્રથમ સુનામીના મોજાઓ જે જાપાનના દરિયાકાંઠાના ઇશિકાવા, નિગાતા અને તોયામાના વિસ્તારો સાથે અથડાયા તે લગભગ એક મીટર ઉંચા હતા.
સરકારે લોકોને ચેતવણી આપી
જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓને ખતરનાક વિસ્તારને તાત્કાલિક ખાલી કરવાની અપીલ કરી છે. તેમજ, સરકારી પ્રવક્તાએ રહેવાસીઓને સંભવિત વધુ ભૂકંપ માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે.
ભૂકંપના કારણે 32,500 ઘરોની વીજળી ડૂલ, બુલેટ ટ્રેન બંધ
બીબીસીએ સ્થાનિક મીડિયાના અહેવાલોને ટાંકીને જણાવ્યું છે કે તીવ્ર ભૂકંપના કારણે ઈશિકાવા પ્રીફેક્ચરમાં લગભગ 32,500 ઘરોની વીજળી ગુલ થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે પ્રાંતના કેટલાક ભાગોમાં ઘણા મકાનો ધરાશાયી થયા છે. ભૂકંપનું કેન્દ્ર ઇશિકાવા પ્રીફેક્ચર વચ્ચે બુલેટ ટ્રેનને સ્થગિત કરી દેવામાં આવી છે.
માર્ચ 2022માં, જાપાનના ફુકુશિમાના કિનારે 7.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેમાં ત્રણસો લોકોના મોત થયા હતા. જો કે, જાપાનના ઈતિહાસમાં સૌથી તીવ્ર ભૂકંપ વર્ષ 1923માં આવ્યો હતો, જેમાં જાપાનની રાજધાની ટોક્યો ખરાબ રીતે તબાહ થઈ ગઈ હતી.