Kabul Blast: કાબુલની મસ્જિદમાં નમાજ દરમિયાન વિસ્ફોટ, 21 લોકોના મોત
મસ્જિદમાં જ્યારે લોકો નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો.
Kabul Blast: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે અને 60 લોકો ઘાયલ થયા છે. ખેૈર ખાના વિસ્તારની મસ્જિદમાં જ્યારે લોકો નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો.
Kabul's Emergency Hospital says 27 people, including 5 children, have been admitted following an explosion in PD17 area this evening,#ArianaNews #Blast
— Ariana News (@ArianaNews_) August 17, 2022
Afghanistan | Kabul security department spokesman Khalid Zadran has confirmed that a blast took place in PD 17 of Kabul today. Security forces have arrived in the area, he said: TOLOnews
— ANI (@ANI) August 17, 2022
કાબુલ સુરક્ષા વિભાગના પ્રવક્તા ખાલિદ ઝાદરાને વિસ્ફોટની પુષ્ટિ કરતા કહ્યું કે, કાબુલના પીડી 17માં એક મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. તેમણે કહ્યું કે સુરક્ષા દળો સ્થળ પર પહોંચી ગયા છેઅને તમામ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
કાબુલની ઈમરજન્સી હોસ્પિટલે જણાવ્યું છે કે કુલ 27 લોકોને દાખલ કરવામાં આવ્યા છે. તેમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ કાબુલ શહેરના સર-એ-કોટલ ખેૈર ખાનામાં આ બોમ્બ વિસ્ફોટ થયો હતો. કાબુલના સુરક્ષા વિભાગ ખાલિદ ઝારદાને વિસ્ફોટની પુષ્ટિ કરી છે.
હાલમાં સમગ્ર વિસ્તારને તાલિબાનના સુરક્ષાકર્મીઓ દ્વારા સીલ કરી દેવામાં આવ્યો છે, હાલમાં ઘાયલોને કાબુલની અલગ-અલગ હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં આવા ઘણા હુમલા થયા છે, જેમાં મસ્જિદોને નિશાન બનાવવામાં આવી છે. અત્યાર સુધી આતંકી સંગઠન આઈએસ દ્વારા શિયા મસ્જિદોને નિશાન બનાવવામાં આવતી હતી. પરંતુ આજે જે વિસ્તારમાં આ બ્લાસ્ટ થયો હતો ત્યાં શિયાઓની વસ્તી નથી.
કાબુલમાં હાલમાં તાલિબાનની સરકાર છે. તાજેતરમાં જ તાલિબાન સરકારે ત્યાં એક વર્ષ પૂર્ણ કર્યું છે. અશરફ ગનીની સરકારને સત્તા પરથી હટાવ્યા બાદ તાલિબાને ત્યાં કબજો જમાવી લીધો હતો. છેલ્લા કેટલાક મહિનામાં તાલિબાન સરકારમાં બોમ્બ વિસ્ફોટની ઘણી ઘટનાઓ બની છે. ભૂતકાળમાં કાબુલમાં એક મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 8 લોકોના મોત થયા હતા. અગાઉ અફઘાનિસ્તાનમાં ગુરુદ્વારાને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.
Banaskantha Flood : ડીસાના સોયલા ગામે સ્થળાંતર કરી રહેલી મહિલા તળાવમાં ડૂબી ગઈ, NDRFએ હાથ ધરી શોધખોળ