શોધખોળ કરો
Advertisement
કરતારપુર કોરિડોર: સિદ્ધુએ કહ્યું- મારા દોસ્ત ઇમરાન ખાનના યોગદાનને કોઈ નકારી શકે નહીં
વડાપ્રધાન મોદીએ કરતારપુર સાહિબ કોરિડોર મામલે ભારતની ભાવનાઓને સમજવા, તેને સન્માન આપવા માટે વડાપ્રધાન ઇમરાન ખાનનો આભાર માન્યો હતો.
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન દ્વારા શનિવારે કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ભારતીય શરહદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને પાકિસ્તાન બાજુ વડાપ્રધાન ઇમરાન ખાને શ્રદ્ધાળુઓ માટે કોરિડોર ખુલ્યા મુક્યા હતા. ઇમરાનના આમંત્રણ પર પાકિસ્તાન ગયેલા કૉંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ કોરિડોર ખોલવાને લઈ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો.
તેમણે કહ્યું, “ભાગલા બાદ આ પહેલીવાર થયું કે સરહદો ખતમ કરી દેવામાં આવી છે. મારા મિત્ર ઇમરાન ખાનના યોગદાનને કોઈ નકારી શકે નહીં. હું પીએમ મોદીનો પણ તેના માટે આભાર માનું છું.” સિદ્ધુએ કહ્યું આ મહત્વનું નથી કે રાજનીતિક રીતે અલગ વલણ રાખે છે, તેનાથી ફરક નથી પડતો કે હું ગાંધી પરિવાર પ્રત્યે પ્રતિબદ્ધ છું. હું મુન્નાભાઈ MBBS સ્ટાઈલમાં મોદી સાહેબને જાદુની ઝપ્પી મોકલું છું.
આા પહેલા વડાપ્રધાન મોદીએ કરતારપુર સાહિબ કોરિડોર મામલે ભારતની ભાવનાઓને સમજવા, તેને સન્માન આપવા માટે વડાપ્રધાન ઇમરાન ખાનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આ પવિત્ર ધરતી પર આવીને તેઓ ધન્ય અનુભવી રહ્યા છે.
કરતારપુર કોરિડોર ભારતના પંજાબમાં ડેરા બાબા નાનક ગુરુદ્વારાને પાકિસ્તાના પંજાબ પ્રાંતના નરોવાલ જિલ્લાના કરતારપુર સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબને જોડે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement