China-India: ચીને છેડ્યો કાશ્મીર રાગ, કહ્યુ- ભારત અને પાકિસ્તાન વાતચીત મારફતે મુદ્દાઓનો લાવે ઉકેલ
ચીને ગુરુવારે (27 ઓક્ટોબર) કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને વાતચીત અને પરામર્શ દ્ધારા ઉકેલવો જોઈએ
China on Kashmir: ચીને ગુરુવારે (27 ઓક્ટોબર) કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને વાતચીત અને પરામર્શ દ્ધારા ઉકેલવો જોઈએ. ચીને વધુમાં કહ્યું હતું કે પરિસ્થિતિને વધુ જટિલ બનાવતી "એકપક્ષીય કાર્યવાહી" ટાળવી જોઈએ. કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાની પત્રકાર દ્વારા કરવામાં આવેલા સવાલ પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા Mao Ningએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે કાશ્મીર મુદ્દે ચીનનું વલણ હંમેશા "સમાન અને સ્પષ્ટ" રહ્યું છે.
Mao Ningએ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ ઇતિહાસનો શેષ રહેલો મુદ્દો છે અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, સુરક્ષા પરિષદ સંબંધિત ઠરાવો અને સંબંધિત દ્વિપક્ષીય કરારો અનુસાર શાંતિપૂર્ણ રીતે તેનું યોગ્ય રીતે સંચાલન થવું જોઈએ. તેમણે કહ્યું હતું કે સંબંધિત પક્ષોએ સ્થિતિને વધુ જટીલ બનાવતી એક તરફી કાર્યવાહી કરવાથી બચવું જોઇએ. સાથે જ વિવાદને ઉકેલવા અને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે વાતચીત અને વિચાર વિમર્શમાં સામેલ થવું જોઇએ.
શું કહેવું છે ભારતનું?
ભારતે ભૂતકાળમાં કાશ્મીર મુદ્દામાં ત્રીજા પક્ષની દખલગીરીને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને લગતી બાબતો સંપૂર્ણપણે દેશની આંતરિક બાબતો છે. આ વર્ષે માર્ચમાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ચીન સહિત અન્ય દેશોને આ અંગે ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. તેઓએ નોંધ લેવી જોઈએ કે ભારત તેમના આંતરિક મુદ્દાઓ પર ટિપ્પણી કરવાનું ટાળે છે."
કાશ્મીર મુદ્દા અને પાકિસ્તાન પ્રાયોજિત સીમા પાર આતંકવાદને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ છે. જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના 5 ઓગસ્ટ, 2019 ના રોજ ભારતના નિર્ણય પછી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ ખરાબ થયા હતા.
Drill: મિલિટ્રી ડ્રિલ કે ચીનને ચેતવણી ? તણાવની વચ્ચે LACની પાસે 14 હજાર ફૂટ ઉપર ભારત-અમેરિકન સેનાનો યુદ્ધાભ્યાસ
India America Military Drill: ભારત અને ચીનની વચ્ચે લાંબા સમયથી તણાવી ચાલી રહ્યો છે, સીમા પર અનેકવાર બન્ને દેશોની સેનાઓ આમને સામને આવી ચૂકી છે, અને હિંસક અથડામણો પણ થઇ ચૂકી છે. એલએસી પર ચીની સેના હંમેશાથી એગ્રેસિવ વલણ અપનાવી રહી છે, જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. હવે આવામાં એવા સમાચાર સામે આવ્યા છે, જેનાથી ચીનને ફરી એકવાર મરચુ લાગ્યુ છે. ખબર છે કે ભારત અને અમેરિકાની સેનાઓ આ જ મહિને એલએસીની નજીક ઉત્તરાખંડના ઔલીમાં હાઇ-આલ્ટિટ્યૂડ મિલિટ્રી એક્સરસાઇઝ કરવા જઇ રહી છે. ભારત અને અમેરિકાની સેનાઓની વચ્ચે યુદ્ધાભ્યાસનો આ 15મો મોકો છે.