શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Hardeep Singh Nijjar: ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિઝ્ઝરની ગોળી મારી કેનેડામાં હત્યા, ભારતના વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો

થોડા દિવસો પહેલા ભારત સરકારે હરદીપને આતંકી જાહેર કર્યો હતો

કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિઝ્ઝરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તેને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો. તાજેતરમાં જ ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી, જેમાં હરદીપનું નામ સામેલ હતું.

એક રિપોર્ટ અનુસાર, હરદીપને કેનેડાના Surreyમાં ગોળી મારવામાં આવી હતી. જેમાં તેનું મોત થયું હતું. તે કેનેડિયન શીખ સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલો હતો. તે પંજાબના જલંધર જિલ્લાનો રહેવાસી હતો. હાલમાં ભારતીય તપાસ એજન્સીઓ કેનેડાની તપાસ એજન્સીઓ પાસેથી આ ઘટના અંગે માહિતી એકઠી કરી રહી છે.

ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, તે છેલ્લા ઘણા સમયથી કેનેડામાં રહેતો હતો અને ત્યાંથી ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદને પ્રોત્સાહિત કરતો હતો. હરદીપ છેલ્લા એક વર્ષમાં ભારતીય તપાસ એજન્સીઓ માટે માથાનો દુખાવો બની ગયો હતો કારણ કે તેણે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઓપરેટિવ્સને વિદેશમાં લોજિસ્ટિક્સ અને નાણાં આપવાનું શરૂ કર્યું હતું.

થોડા દિવસો પહેલા ભારત સરકારે હરદીપને આતંકી જાહેર કર્યો હતો. હરદીપના બે સહયોગીઓની થોડા મહિના પહેલા ફિલિપાઈન્સ અને મલેશિયામાંથી ધરપકડ કરવામાં આવી હતી.

પૂજારીની હત્યાનો પણ આરોપ

વર્ષ 2022ની શરૂઆતમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિઝ્ઝર પર પંજાબના જલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યાનું કાવતરું ઘડવા બદલ 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. NIAના જણાવ્યા અનુસાર, પૂજારીની હત્યાનું કાવતરું ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) દ્વારા ઘડવામાં આવ્યું હતું. કેનેડામાં રહેતો હરદીપ KTFના વડો હતો.

NIAની FIRમાં પણ નિઝ્ઝરનું નામ

જ્યારે ભારતમાં કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસના આતંકવાદીઓએ વિદેશમાં ભારતીય દૂતાવાસોની બહાર પ્રદર્શન કર્યું હતું. આ મામલામાં NIAએ ભારત સરકાર વિરુદ્ધ ભાવનાઓને ભડકાવવા બદલ FIR નોંધી હતી.

આ એફઆઈઆર અનુસાર, ભારત સરકાર વિરૂદ્ધ ગ્રાઉન્ડ કેમ્પેઈન અને પ્રોપેગેન્ડા માટે જંગી રકમ એકત્ર કરવામાં આવી છે, જેમાં વિદેશમાં ભારતીય દૂતાવાસો સામે વિરોધ કરવા લોકોને ઉશ્કેરવાનો સમાવેશ થાય છે. તેમાં ત્રણ આતંકવાદીઓ ગુરપતવંત સિંહ પન્નુન, પરમજીત સિંહ પમ્મા અને હરદીપ સિંહ નિઝ્ઝરના નામ હતા.                       

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયુંDakor News |  ડાકોરમાં વોટર ATM શોભાના ગાંઠિયા સમાન, લાખો ભક્તો પાલિકાના પાપે સુવિધાથી વંચિતRajkot: સાંસદ રામભાઈ મોકરિયાની સૂચના બાદ વાસ્તવિક સ્થિતિ જાણવા એબીપી અસ્મિતા પહોંચ્યું જનાના હોસ્પિટલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
વિરોધીઓ પર જયેશ રાદડિયાએ નિશાન સાધ્યું, કહ્યું,  “અવરોધ બંધ નહીં કરો તો હિસાબ કરવા મેદાનમાં ઉતરવું પડશે”
વિરોધીઓ પર જયેશ રાદડિયાએ નિશાન સાધ્યું, કહ્યું,  “અવરોધ બંધ નહીં કરો તો હિસાબ કરવા મેદાનમાં ઉતરવું પડશે”
રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે
રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે
Ind vs Aus: બીજી ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ 11માં થશે આ મોટો બદલાવ, ગાવસ્કરે જણાવ્યું કોણ થશે બહાર 
Ind vs Aus: બીજી ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ 11માં થશે આ મોટો બદલાવ, ગાવસ્કરે જણાવ્યું કોણ થશે બહાર 
Embed widget