શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાને કુલભૂષણ જાધવને આપ્યું બીજુ કોન્સુલર એક્સેસ, બે અધિકારીઓને મળવાની મળી મંજૂરી
પાકિસ્તાની સૈન્ય અદાલતે એપ્રિલ 2017માં ભારતીય નૌસેના સેવાનિવૃત જાધવને જાસૂસી અને આતંકવાદના આરોપમાં મોતની સજા સંભળાવી હતી.
નવી દિલ્હી: પાકિસ્તાને કુલભૂષણ જાધવ માટે ભારતની બીજા કોન્સુલર એક્સેસની માંગને માની લીધી હતી. પાકિસ્તાનની જેલમાં બંધ જાધવ મામલે ભારતે પોકિસ્તાન પાસે કોઈ રોકટોક વગર કોન્સુલર એક્સસની માંગ કરી હતી. હવે પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસના 2 અધિકારીઓને જાધવ પાસે પહોંચવાની અનુમતિ રહેશે.
ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં રિવ્યૂ પીટિશન દાખલ કરતા પહેલા ભારતે પાકિસ્તા પાસે આ માંગ કરી હતી. જો કે, પાકિસ્તાને કુલભૂષણ જાધવને એકલા મળવાની માંગને નકારી દીધી છે, પરંતુ બે અધિકારીને જાધવ સુધી પહોંચવાની મંજૂરી આપી દીધી છે.
પાકિસ્તાની સૈન્ય અદાલતે એપ્રિલ 2017માં ભારતીય નૌસેના સેવાનિવૃત જાધવને જાસૂસી અને આતંકવાદના આરોપમાં મોતની સજા સંભળાવી હતી. તેના કેટલાક સપ્તાહ બાદ ભારતે જાધવને દૂતાવાસ પહોંચ નહી આપવા પર અને તેને સંભળાવવામાં આવેલી મોતની સજાને લઈ પાકિસ્તાન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અપીલ કરી હતી. આઈસીજેએ ત્યારે પાકિસ્તાનને સજા પર અમલ કરવા પર રોક લગાવી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement