ઝડપથી ફેલાઇ રહેલા ઓમિક્રૉનને લઇને WHOએ શું આપી ચેતાવણી, જાણો વિગતે
કૉવિડ-19 સંક્રમણના વધતા કેસોને જોતા કેટલાય દેશોમાં રસીકરણ (Vaccination) અભિયાન તેજી પર છે. પરંતુ સચ્ચાઇ એ પણ છે કે લગભગ 85 ટકા જનસંખ્યાએ હજુ સુધી રસીના સિંગલ ડૉઝ પણ નથી લીધા.
નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મંગળવારે રાત્રે એક રિપોર્ટ જાહેર કર્યો, જેમાં કોરોના અંગે મહત્વની જાણકારી આવામાં આવી હતી, આ રિપોર્ટ અઠવાડિક છે. (WHO)એ પોતાની નવીનતમ મહામારી રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ચોંકાવનારી વાત સામે આવી છે. ડબલ્યૂએચઓના મહાનિર્દેશક ટેડ્રૉસ અધાનૉમ ગ્રેબિયસે કહ્યું કે, ગયા અઠવાડિયે નવા કોરોના વાયરસ સંક્રમણની સંખ્યામાં લગભગ 55 ટકાનો વધારો થયો છે.
કૉવિડ-19 સંક્રમણના વધતા કેસોને જોતા કેટલાય દેશોમાં રસીકરણ (Vaccination) અભિયાન તેજી પર છે. પરંતુ સચ્ચાઇ એ પણ છે કે લગભગ 85 ટકા જનસંખ્યાએ હજુ સુધી રસીના સિંગલ ડૉઝ પણ નથી લીધા. વળી, પેન અમેરિકન હેલ્થ ઓર્ગેનાઇઝેશન (Pan American Health Organization)એ પણ ઓમિક્રૉનને હલ્કામાં ના લેવાની ચેતાવણી આપી છે. સાધારણ ફ્લૂ માનવાની ભૂન ના કરો, અને કોરોના ગાઇડલાઇન્સનુ સાવધાનીથી પાલન કરો.
ઝડપથી ફેલાઇ રહ્યો છે ઓમિક્રૉન, આંકડા બતાવે છે કે, કોરોના સંક્રમણ કેટલી ઝડપથી ફેલાઇ રહ્યો છે. ડિેસેમ્બર 2021એ 6 લાખ 78 હજાર કેસો સામે આવ્યા હતા. વળી 1 જાન્યુઆરી 2022એ 17 લાખ 72 હજારો કેસો સામે આવ્યા. 12 જાન્યુઆરી 2022ના દિવસે રોજના કેસોની સંખ્યામાં 9 લાખનો વધારો થયો. આમ 12 જાન્યુઆરી 2022 સુધી કોરોના સંક્રમણના કેસોની સંખ્યા 28 લાખથી વધુ થઇ ગઇ, એટલે કે બીજી લહેરની સરખામણી કરતા ત્રણ ગણા વધુ કેસો નોંધાઇ ગયા.
આ પણ વાંચો........
એક સાથે 32000 સરકારી પદો પર થશે ભરતી
Railway Recruitment 2022: રેલ્વેમાં ભરતી બહાર પડી, 10 પાસ કરી શકશે અરજી, જાણો સંપૂર્ણ વિગતો
Heart Attack:હાર્ટ અટેકનું આ લોકોને વધુ રહે છે વધુ જોખમ, જાણો બચવાનો શું છે ઉપાય