લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
સતત બીજા દિવસે લેબનાનની રાજધાની બેરૂત સહિત અનેક શહેરોમાં વિસ્ફોટ થયા હતા. આ વખતે બ્લાસ્ટ માટે વૉકી-ટૉકીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
બુધવારે સતત બીજા દિવસે લેબનાનની રાજધાની બેરૂત સહિત અનેક શહેરોમાં વિસ્ફોટ થયા હતા. આ વખતે બ્લાસ્ટ માટે વૉકી-ટૉકીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા અને 450 થી વધુ ઘાયલ થયા છે. નોંધનીય છે કે એક દિવસ અગાઉ 17 સપ્ટેમ્બરે લેબનાનમાં હજારો પેજરમાં બ્લાસ્ટ થતાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા હતા અને 2,800થી વધુ ઘાયલ થયા હતા. આ રીતે લેબનોનમાં 2 દિવસમાં 32 લોકોએ જીવ ગુમાવ્યા છે.
Pagers, Walkie-talkies, Solar systems, transformers, radio... Everything is exploding in Beirut, Lebanon. Mossad - This is just the beginning of the party. pic.twitter.com/Bntj8tE19V
— Baba Banaras™ (@RealBababanaras) September 18, 2024
via
— Ebehere (@Ebehere) September 18, 2024
Khalood
Al Yahya Khalood
All residents of Lebanon should disconnect solar energy from their homes, and turn off all electronic devices with lithium batteries. What is happening is a comprehensive targeting of the people of Lebanon in malicious ways, pic.twitter.com/XzRz4XMDZr
લેબનાનમાં ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહના આતંકીઓ એકબીજા સાથે વાતચીત કરવા પેજર અને વોકી-ટોકીનો ઉપયોગ કરે છે. હિઝબુલ્લાહે આ હુમલાઓ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. પેજર બ્લાસ્ટમાં હિઝબુલ્લાના સાંસદના પુત્રનું મોત થયું છે. અંતિમયાત્રા દરમિયાન એમ્બ્યુલન્સમાં વૉકી-ટૉકી વડે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.
🚨#BREAKING Lebanon's state news agency reports that home solar energy systems have exploded in several areas of Beirut - AP pic.twitter.com/sLioTSxdci
— Wesley Marius (@WesleyMarius) September 18, 2024
એટલું જ નહીં બેરૂતમાં ઘરો પર લગાવવામાં આવેલી સોલાર સિસ્ટમને પણ નિશાન બનાવવામાં આવી હતી. બુધવારે બપોરે અચાનક થયેલા આ વિસ્ફોટોથી લોકો ભયભીત થયા અને રસ્તા પર ઉતરી આવ્યા હતા. શહેરમાં અનેક સોલર સિસ્ટમમાં વિસ્ફોટ થતાં એક પરિવારના પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Dozens of members of Lebanon's Hezbollah terrorists have been injured after handheld pagers they use to communicate exploded simultaneously.
— Tommy Robinson 🇬🇧 (@TRobinsonNewEra) September 17, 2024
A Hezbollah official says the incident, like something out of a James Bond film, constituted the "biggest security breach yet". pic.twitter.com/jrEK5pKNOR
પેજર વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોતની પુષ્ટી થઈ છે, ત્રણ હજારથી વધુ લોકો ઘાયલ છે. જ્યારે વોકી-ટોકી વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા અને 450 થી વધુ ઘાયલ થયા હતા. બુધવારના વિસ્ફોટો પછી હિઝબુલ્લાએ ઇઝરાયલ પર આરોપ મૂક્યો હતો, પરંતુ ઇઝરાયલે કોઈ સીધી ટિપ્પણી કરી ન હતી. જો કે, ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટે બુધવારે થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, 'આ યુદ્ધમાં આપણે નવા યુગની શરૂઆતમાં છીએ
🚨BREAKING🚨Reports in Beirut: explosions in Dahiya…again. Also, reports of explosions of communication devices come from other large areas in Lebanon. pic.twitter.com/aFI8XNDxgb
— Raylan Givens (@JewishWarrior13) September 18, 2024
એક રિપોર્ટ અનુસાર, લેબનાનમાં હિઝબુલ્લાહના અધિકારીઓએ ફિંગરપ્રિન્ટ મશીન અને સોલાર સિસ્ટમમાં પણ બ્લાસ્ટ થયાની જાણ કરી છે. સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેમાં વિસ્ફોટની ઘટના જોવા મળી રહી છે. અહેવાલો અનુસાર કેટલાક વિસ્ફોટો એવા સ્થળોએ પણ થયા હતા જ્યાં પેજરના વિસ્ફોટોમાં માર્યા ગયેલા હિઝબુલ્લાહ લડવૈયાઓને દફનાવવામાં આવી રહ્યા હતા. આ સિવાય હિઝબુલ્લાહે ફિંગરપ્રિન્ટ મશીન અને સોલાર સિસ્ટમમાં પણ બ્લાસ્ટ કર્યાની જાણ કરી હતી. આ વિસ્ફોટોમાં લગભગ 9 લોકોના મોત અને સેંકડો લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
🚨 Breaking: Thousands of Hezbollah radio devices ("Walkie-Talkie") have exploded during the past hour, in what appears to be the second wave of the attack..
— Dr. Eli David (@DrEliDavid) September 18, 2024
Below is a footage from today, exploding during the funeral of another Hezbollah terrorist who was killed yesterday 👇 pic.twitter.com/o3ljPtgSZo
લેબનાનની સત્તાવાર સમાચાર એજન્સીને ટાંકીને એપી ન્યૂઝના જણાવ્યા અનુસાર, હિઝબુલ્લાહના સભ્યો સાથે જોડાયેલા પેજર અને વોકી-ટોકીઝ સાથે જોડાયેલા વિસ્ફોટો પછી હવે બેરૂતમાં ઘણી હોમ સોલર એનર્જી સિસ્ટમ્સમાં વિસ્ફોટ થયા છે. શહેરમાં અનેક સ્થળે બ્લાસ્ટ બાદ ધૂમાડાઓ જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અનેક વીડિયો જોવા મળી રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે બેરુતમાં લોકોના ઘરો પરની સોલર સિસ્ટમમાં વિસ્ફોટ થઈ રહ્યા છે.