Lebanon: ઇઝરાયલે લેબનોનમા કર્યા બે હવાઇ હુમલા, 10 નાગરિકો સહિત ત્રણ આતંકીઓના મોત
Lebanon: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ચાર મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 29 હજાર લોકોના મોત થયા છે.
Lebanon: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ચાર મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 29 હજાર લોકોના મોત થયા છે. આ દરમિયાન ઈઝરાયલે પણ આતંકી સંગઠન હમાસના સહયોગી હિઝબુલ્લા સંગઠન સામે કાર્યવાહી કરી હતી. ઇઝરાયલે લેબનોનમાં બે હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં કુલ 10 લોકોના મોત થયા હતા.
#BREAKING Israeli army confirms killing Hezbollah commander in Lebanon strike pic.twitter.com/5rGQ6vNWXG
— AFP News Agency (@AFP) February 15, 2024
હિઝબુલ્લાહના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ કહ્યું કે તેના હુમલામાં હિઝબુલ્લાહના કમાન્ડર અલી ડિબ્સ માર્યો ગયો છે. હુમલામાં ડિબ્સની સાથે ડેપ્યુટી હસન ઇબ્રાહિમ ઇસાનું પણ મોત થયું હતું. આ ઉપરાંત, દક્ષિણી શહેર નબાતિયેહમાં થયેલા હુમલામાં હિઝબુલ્લાહનો અન્ય એક આતંકવાદી માર્યો ગયો હતો. હિઝબુલ્લાએ પણ પુષ્ટી કરી છે કે હવાઈ હુમલામાં તેના ત્રણ કમાન્ડર માર્યા ગયા છે. ગયા અઠવાડિયે ડિબ્સ પર ડ્રોન હુમલો પણ થયો હતો, જેમાં તે બચી ગયો હતો.
Nine people, seven of them civilians, were killed on Wednesday in Israeli strikes on south Lebanon, official sources said, while the Israeli army said it lost a soldier in cross-border rocket fire https://t.co/PS4YlGtoTF
— AFP News Agency (@AFP) February 14, 2024
લેબનીઝ PMએ કહ્યું- અમે તણાવ ઘટાડવા માટે પ્રયાસો કરી રહ્યા છીએ
હિઝબુલ્લાએ હુમલાનો જવાબ આપવાની પ્રતિજ્ઞા લીધી છે. લેબનોનના કાર્યવાહક વડાપ્રધાન નજીબ મિકાતીએ હુમલાની નિંદા કરી છે. તેમની ઓફિસનું કહેવું છે કે અમે શાંતિ ઇચ્છી રહ્યા છીએ. અમે તમામ પક્ષોને તણાવ ઓછો કરવા આહવાન કરી રહ્યા છીએ. આ સમયે પણ ઇઝરાયલ લેબનોનમાં હુમલા વધારી રહ્યું છે અને શાંતિને ખલેલ પહોંચાડી રહ્યું છે. લેબનીઝ મીડિયા અનુસાર, ઇઝરાયલે લબ્બૌનેહ, વાડી સ્લોકી, મજદલ સેલ્મ અને હૌલા શહેરમાં હવાઈ હુમલા કર્યા હતા.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયના પ્રવક્તા અવી હાયમેને જણાવ્યું હતું કે ઇઝરાયલી સૈન્ય હિઝબુલ્લાહના હુમલાઓનો જવાબ આપશે. અમે હિઝબુલ્લાહને સંદેશ મોકલવા માંગીએ છીએ કે અમને છંછેડશો નહીં. આંકડાઓ અનુસાર, 7 ઓક્ટોબરથી ગાઝામાં 28,663 લોકોના મોત થયા છે. 68,395 લોકો ઘાયલ થયા હતા. હમાસના હુમલામાં 1,139 ઇઝરાયલીઓના મોત થયા હતા.