Vijay Mallya Bankrupt: ભાગેડુ વિજય માલ્યાને મોટો ઝટકો, બ્રિટનની હાઈકોર્ટે નાદાર જાહેર કર્યો
ભારતના ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાને યૂકે હાઈકોર્ટે સોમવારે મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે વિજય માલ્યાને નાદાર જાહેર કર્યો છે. ત્યારબાદ હવે વિજય માલ્યાની સંપતિ જપ્ત થઈ શકે છે.
ભારતના ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાને યૂકે હાઈકોર્ટે સોમવારે મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે વિજય માલ્યાને નાદાર જાહેર કર્યો છે. ત્યારબાદ હવે વિજય માલ્યાની સંપતિ જપ્ત થઈ શકે છે. આ સાથે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના વડપણ હેઠના ભારતીય બેન્કોના ગ્રુપે આ કેસમાં જીત મેળવી છે. બેન્કો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં માલ્યાની કિંગ ફિશર એરલાયન્સને આપવામાં આવેલી લોનની વસૂલાત માટે તેને નાદાર જાહેર કરવાની માગ કરવામાં આવી હતી.
વિજય માલ્યાનું કહેવું હતું કે તેના પર જે લેણૂ છે તે જનતાના પૈસા છે. એવામાં બેંક નાદાર ન જાહેર કરી શકે. આ સાથે જ માલ્યાએ દાવો કર્યો હતો કે ભારતીય બેંકો તરફથી નાદાર અરજી કાયદાની બહાર છે. કારણ કે ભારતમાં તેમની સંપત્તિની સુરક્ષા લગાવવામાં આવી શકે નહીં કારણ કે તે ભારતમાં લોકોના હિતની વિરુદ્ધ છે.
માલ્યાની કિંગફિશર એરલાઈન્સને આપવામાં આવેલ લોનની વસુલાત માટે નાદાર જાહેર કરવા માગ કરવામાં આવી હતી. માલ્યા પાસે લંડન હાઈકોર્ટે આપેલા ચૂકાદા સામે અપીલ કરવાની હજુ પણ એક તક બાકી છે. આ સાથે એવું માનવામાં આવે છે કે માલ્યાના વકીલ ટૂંક સમયમાં આ ચુકાદાને પડકારી શકે છે.
માલ્યાને ધિરાણ આપનારી બેન્કોએ તેના શેરના વેચાણ મારફતે રૂપિયા 792.12 કરોડની ચુકવણી કરવામાં આવી હતી. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના વડપણ હેઠળની બેન્કોના કન્સોર્ટીયમ તરફથી ડેટ રિકવરી ટ્રાઈબ્યુનલે માલ્યાના શેરોનું વેચાણ કર્યું હતું. મની લોન્ડ્રીંગ સંબંધિ એક કેસમાં ED એ આ શેરો જપ્ત કર્યાં હતા. તેણે શેરોનું વેચાણ કરવા માટે પરવાનગી આપી હતી.
માલ્યા મુદ્દે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ શનિવારે કહ્યું હતું કે માલ્યા સામે ભારતે એક મજબૂત કેસ તૈયાર કર્યો છે અને બ્રિટનના અધિકારીઓએ તેના પ્રત્યર્પણ અંગે ખાતરી આપી છે.વિદેશ સચિવે વિજય માલ્યાના પ્રત્યર્પણમાં થતા વિલંબ અંગે કહ્યું હતું કે અમને કહેવામાં આવ્યું છે કે આ અંગેની પ્રક્રિયા ચાલી રહી છે અને બ્રિટન પક્ષ માલ્યાના પ્રત્યર્પણ અંગે કાર્ય કરી રહ્યું છે.