જાપાનના સ્પેસક્રાફ્ટ 'મૂન સ્નાઈપર'નું ચંદ્ર પર સફળ લેન્ડિંગ,ચંદ્ર પર પહોંચનારો પાંચમો દેશ બન્યો
જાપાને સ્પેસક્રાફ્ટ 'મૂન સ્નાઈપર'ને સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતારીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે જાપાન ચંદ્ર પર સફળતાપૂર્વક અવકાશયાન મોકલનાર પાંચમો દેશ બની ગયો છે.
જાપાને સ્પેસક્રાફ્ટ 'મૂન સ્નાઈપર'ને સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતારીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે જાપાન ચંદ્ર પર સફળતાપૂર્વક અવકાશયાન મોકલનાર પાંચમો દેશ બની ગયો છે. આ પહેલા માત્ર ભારત, રશિયા, અમેરિકા અને ચીન જ ચંદ્ર પર પહોંચવામાં સફળ રહ્યા છે.
જાપાની સ્પેસ એજન્સી JAXAએ કહ્યું કે તેણે લેન્ડિંગ માટે 6000X4000 વિસ્તારની શોધ કરી હતી. JAXA એ તેનું સ્લિમ મૂન મિશન આ વિસ્તારમાં ઉતાર્યું. સ્પેસ એજન્સીએ કહ્યું કે તેનો ટાર્ગેટ માત્ર સર્ચ કરાયેલા વિસ્તારમાં અવકાશયાનને લેન્ડ કરવાનો હતો.
સ્પેસ ક્રાફ્ટ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું
તમને જણાવી દઈએ કે મૂન સ્નાઈપરને જાપાનની JAXA, NASA અને યુરોપીયન એજન્સી દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. તેને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જાપાનના તાંગેશિમા સ્પેસ સેન્ટરના યોશિનોબુ કોમ્પ્લેક્સથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનમાં 831 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે.
સ્પેસ ક્રાફ્ટ ઈમેજ પ્રોસેસિંગ ટેકનોલોજીથી સજ્જ છે
જાપાને જ્યાં તેનું અવકાશયાન લેન્ડ કર્યું છે તે વિસ્તાર ચંદ્રના ધ્રુવીય ક્ષેત્રમાં છે. અહીં સૌથી વધુ અંધારું છે. આ સ્થળનું નામ શિઓલી ક્રેટર છે. એજન્સી અનુસાર, તેનું અવકાશયાન અદ્યતન ઓપ્ટિકલ અને ઇમેજ પ્રોસેસિંગ ટેક્નોલોજીથી સજ્જ છે.
પ્લાઝમા હવાનું પરીક્ષણ કરશે
આ સિવાય એક્સ-રે ઇમેજિંગ અને સ્પેક્ટ્રોસ્કોપી પણ તેમાં છે. તે ચંદ્રની આસપાસ ફરશે અને ત્યાં વહેતા પ્લાઝ્મા પવનની તપાસ કરશે. આ સિવાય તે ચંદ્રની સપાટી પર હાજર ઓલિવિન પત્થરોની પણ તપાસ કરશે. આ બ્રહ્માંડમાં હાજર તારાઓ અને આકાશગંગાઓ વિશે માહિતી મેળવવામાં મદદ કરશે.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ભારતે ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો. રશિયાએ તેમનું લુના-25 ચંદ્ર મિશન પણ લોન્ચ કર્યું, જે નિષ્ફળ ગયું હતું. રશિયાનું ચંદ્ર મિશન લુના 25 અવકાશયાન ચંદ્ર પર લેન્ડિંગ કરવામાં નિષ્ફળ ગયુ હતું. રશિયાાના અવકાશયાન લુના 25 માં અમુક ટેકનિકલ ખામી સર્જાઇ હતી. 11 ઓગસ્ટના રોજ લુના 25 લોન્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ લુના-25 એ શક્તિશાળી રોકેટ પર સવાર થઈને માત્ર છ દિવસમાં ચંદ્રની કક્ષામાં પહોંચી ગયું હતું. ચંદ્રયાન-3 પહેલા તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું હતું અને તેની સફળતાથી રશિયા આવું કરનારો પ્રથમ દેશ બની ગયો હોત. લુના-25નું મિશન લાઇફ એક વર્ષનું હતું અને તેનું લિફ્ટ-ઓફ માસ 1,750 કિગ્રા હતું. તે રોવરનું વહન કરતું ન હતું, પરંતુ મુખ્યત્વે જમીનની રચના, ધ્રુવીય એક્સોસ્ફીયરમાં ધૂળના કણોનો અભ્યાસ કરવા અને સૌથી મહત્ત્વનું ચંદ્ર પર પૃષ્ઠીય જળને શોધવા માટે આઠ પેલોડ ધરાવતું હતું.