શોધખોળ કરો

નેપાળની સંસદે વિવાદિત નકશાને આપી મંજૂરી, ભારતના ત્રણ ક્ષેત્રોને પોતાના ગણાવ્યા

નેપાળની સંસદે શનિવારે દેશના નકશાને સંશોધિત કરવા માટે બંધારણમાં બદલાવ સંબંધિત એક બિલને સર્વસંમતિથી પાસ કરી દીધું હતું.

કાઠમંડુઃ નેપાળની સંસદે શનિવારે દેશના નકશાને સંશોધિત કરવા માટે બંધારણમાં બદલાવ સંબંધિત એક બિલને સર્વસંમતિથી પાસ કરી દીધું હતું.  275 સભ્યો વાળી નેપાળી સંસદમાં આ વિવાદિત બિલના સમર્થનમાં 258 મત પડ્યા છે.  સંશોધિત નકશામાં ભારતીય સરહદ પર આવેલા રણનીતિક રીતે મહત્વપૂર્ણ લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરા વિસ્તાર પર દાવો કરવામાં આવ્યો છે. ભારત આ ત્રણ વિસ્તારોને પોતાનું ગણાવી રહ્યું છે. નેપાળી કોગ્રેસ, રાષ્ટ્રીય જનતા પાર્ટી-નેપાળ અને રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી સહિત મુખ્ય વિપક્ષી દળોએ  બિલના સમર્થનમાં વોટિંગ કર્યું હતું. હવે સંસદના અપર હાઉસ રાષ્ટ્રીય સભામાં મોકલવામા આવશે. ત્યાં પણ વોટિંગ કરવામા આવશે.
સંસદે નવ જૂનના રોજ પરસ્પર સહમતિથી આ બિલના પ્રસ્તાવ પર વિચાર કરવા માટે સહમતિ વ્યક્ત કરી હતી જેનાથી નવા નકશાને મંજૂરી આપવાનો રસ્તો સાફ થઇ ગયો હતો. બિલને નેશનલ એસેમ્બલીમાં મોકલવામાં આવશે. જ્યાં ફરી એકવાર આ પ્રક્રિયામાંથી પસાર કરાશે. સતાધારી નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી પાસે નેશનલ એસેમ્બલીમાં બે તૃતિયાંશ બહુમત છે. નેશનલ એસેમ્બલીમાંથી બિલ પસાર થયા બાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવવામાં આવશે બાદમાં તેને બંધારણમાં સામેલ કરવામાં આવશે. સરકારે બુધવારે નિષ્ણાંતોની નવ સભ્યોની એક સમિતિ બનાવી હતી જે આ વિસ્તારો સંબંધિત ઐતિહાસિક તથ્યો અને પુરાવાઓ એકઠા કરશે. નોંધનીય છે કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આઠ મેના રોજ ઉત્તરાખંડમાં લિપુલેખને ધારચૂલા સાથે જોડતા રસ્તાનું ઉદ્ધાટન કર્યું જેનો નેપાળે વિરોધ કર્યો હતો અને બંન્ને દેશો વચ્ચે તણાવ પેદા થયો હતો.  નેપાળે દાવો કર્યો હતો કે આ રસ્તો નેપાળના ક્ષેત્રમાંથી પસાર થાય છે. ભારતે નેપાળના દાવાઓને ફગાવતા કહ્યું કે, આ રસ્તો ભારતના જ વિસ્તારમાં છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદKheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલોHardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
Embed widget