શોધખોળ કરો
Advertisement
નેપાળના રાષ્ટ્રપતિએ નક્શા સંબંધિત સંશોધન વિધેયકને આપી મંજૂરી, કાલાપાણી, લિંમ્પિયાધુરા અને લિપુલેખને પોતાનો વિસ્તાર ગણાવ્યો
નવા નક્શામાં નેપાળે કાલાપાણી, લિંમ્પિયાધુરા અને લિપુલેખને પોતાનો હિસ્સો ગણાવ્યો છે.
નવી દિલ્હી: નેપાળની સંસદના બન્ને સદનો દ્વારા પાસ થયેલા નેપાળના નવા નક્શામાં ફેરફાર સંબંધિત સંશોધન વિધેયક (કોટ ઓફ આર્મ્સ)ને રાષ્ટ્રપતિ બિદ્યા દેવી બંડારીએ મંજૂરી આપી દીધી છે. આ સંશોધિત કાયદાના માધ્યમથી નેપાળ ભારતના ઉતરાખંડમાં કાલાપાની, લીપૂલેખ અને લિમ્પિયાધુરાને પોતાનો વિસ્તાર ગણાવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ વિધેયક નેપાળ સંસદના બન્ને સદનો, પ્રતિનિધિ સભા અને રાષ્ટ્રીય સભામાં સર્વ સમ્મતિથી પાસ કરવામાં આવ્યું. આજે ઉચ્ચ સદનમાં પાસ કરવામાં આવ્યું અને તેના થોડાક જ કલાકોમાં નેપાળના રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી દીધી છે.
ભારતીય વિદેશ મંત્રાયે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભારત સરકાર પહેલેથી જ આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂકી છે. ભારત સરકારના સૂત્રોએ પહેલા જ આરોપ લગાવ્યો હતો કે, નેપાળ આવું ચીનના ઉશ્કેરવા પર કરી રહ્યું છે.
આ પહેલા ભારત નવા નેપાળી નક્શાને નકારી ચૂક્યું છે અને કહ્યું હતું કે, નેપાળ સરકારના દાવામાં ન તો ઐતિહાસિક પુરાવા છે ન તો કોઈ તથ્યાત્મક આધાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion