શોધખોળ કરો
Advertisement
નેપાળ હવે UN અને ગૂગલને મોકલશે વિવાદાસ્પદ નક્શો, ભારતીય ક્ષેત્રને પોતાનો ગણાવ્યો
નેપાળ પોતાના વિવાદિત નક્શો સંયુક્ત રાષ્ટ્ર (UN) અને ગૂગલને મોકલવાની તૈયારી કરી રહ્યું છે.
નવી દિલ્હી: ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે નેપાળ અને ભારતનો તણાવ વધતો નજર આવી રહ્યો છે. નેપાળ પોતાના વિવાદિત નક્શો સંયુક્ત રાષ્ટ્ર (UN) અને ગૂગલને મોકલવાની તૈયારી કરી રહ્યું છે.
કેપી શર્મા ઓલીના નેતૃત્વવાળી સરકારે પોતાના સંસદમાં વિવાદાસ્પદ સુધારેલ નકશાને પાસ કર્યા બાદ હવે નક્શો અપડેટ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર અને ગૂગલને મોકલવાની યોજના બનાવી રહ્યું છે. નેપાળે પોતાના નવા રાજકીય નકશાને મે મહિનામાં મંજૂરી આપી હતી. તેમા તિબ્બત, ચીન અને નેપાળની સરહદ ઉપર રહેલ ભારતીય ક્ષેત્ર કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધૂરાને નેપાળનો હિસ્સો બતાવાયો છે.
નેપાળી ન્યૂઝ પોર્ટલ My Republica સાથેની વાતચીતમાં નેપાળના મંત્રી પદ્મા આર્યલે જણાવ્યું હતું કે, અમે જલ્દીજ કાલાપાણી, લિપુલેખલ અને લિંપિયાધુરાને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં સામેલ કરવામા માટે સંશોધિત નક્શો આપી રહ્યાં છે. રિપોર્ટ અનુસાર, નેપાળે પહેલેથીજ સુધારેલ નક્શાની 25 હજાર નકલો પ્રકાશિત કરવામાં આવી છે. જે સ્થાનિક એકમો, રાજ્ય અને અન્ય સરકારી ઓફિસમાં વિતરણ કરવામાં આવશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા 8 મેના રોજ ઉતરાખંડના ધારાચૂલાથી લિપુલેખ માર્ગનું ઉદ્ધાટન કર્યું હતું. નેપાળે આ અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો અને માર્ગ નિર્માણનું કાર્ય નેપાળી ક્ષેત્રમાં કરવામાં આવી રહ્યું હોવાનો દાવો કર્યો હતો. ભારતે તેના દાવાને નકારી દીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion